બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The damage caused by rain in Banaskantha Dhanera has been visited by Congress leaders

રાજનીતિ / બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટીના દગાબાજ નેતાઓ પર બગડ્યા જગદીશ ઠાકોર, કહ્યું ભાજપનો દાવાનળ ફૂટશે ત્યારે..

Kishor

Last Updated: 09:59 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા ધાનેરામાં વરસાદથી થયેલ નુકસાનને લઈ આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ મુલાકાત લીધી છે. જ્યા કોંગ્રેસ છોડી જતા લોકો મામલે મોટું નિવેદન આપ્યું હતું.

  • ધાનેરામાં કોંગ્રેસની સમીક્ષા મુલાકાત
  • જગદીશ ઠાકોર સહિતના નેતા હાજર
  • અસરગ્રસ્ત પરિવારોની કરી મુલાકાત

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ખેદાન મેદાન થયું છે ત્યારે આજે કોંગ્રેસ ડેલીગેશન ધાનેરામાં વરસાદથી થયેલ નુકસાનના અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યું હતું. જ્યા ડીસામાં કોંગ્રેસ છોડી જતા લોકો મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટા આક્ષેપ કર્યા હતા. ડીસા ખાતે આવેલા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે  જેમની સામે સરકારમાં કોઈ ગુના નોંધાયેલા હોય અથવા રાજકીય બાર્ગેનિંગ માટે જતા હોવાનું નિવેદન આપ્યું હતું.

સરકાર દ્વારા નુકશાન થયેલ અસરગ્રસ્તોને સહાય
તાજેતરમાં આવેલા બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે બનાસકાંઠામાં સર્જાયેલી તારાજીમાં અસર થયેલા લોકોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય અને જિલ્લા પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત મુલાકાતે આવ્યા હતા.જેમાં ધાનેરા વિસ્તારમાં જે વરસાદી પાણીથી સૌથી વઘુ નુકશાન થયું છે.તેવા પરિવારોની મુલાકત લેવામાં આવી હતી. અને આગામી સમયમાં સરકારને રજુઆત કરી તાત્કાલિક ધોરણે સહાય આપવાના પ્રયાસ અંગે બાહેધારી આપવામાં આવી હતી. અગાઉ સરકાર દ્વારા નુકશાન થયેલ અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી ન હતી.ત્યારે આ વખતે તાત્કાલિક સહાય આપવામાં આવે તે માટે કોંગ્રેસ 
મોવડી મંડળ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યું હતું.

કોંગ્રેસ છોડી ભાજપમાં જતા લોકો અંગે મોટું નિવેદન
આ અવસરે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ સહિત કોંગ્રેસ છોડી ભાજપમાં જતા લોકો અંગે તેઓએ મોટું નિવેદન આપ્યું હતું. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જોયુ છે. બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને જાય છે .એક એવા લોકો જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુન્હાઓ દાખલ થયા હોય અને ત્રીજા લોકો એવા કે જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે.જેના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરી જાય છે. જોકે જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. એવો પણ દાવો કર્યો હતો.

ચૂંટણી પત્યા પછી જે જે લોકો ગયા છે તેમને શું દશા થાય છે તે પણ જોયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી આપી અને લાલચો આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે.જે દિવસે ભાજપમાં રહેવો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં! તેવું પણ નિવેદન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ