બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The Chief Minister of this state may have to resign, EC sent a report to the Governor

BIG BREAKING / આ રાજ્યના મુખ્યમંત્રીએ છોડવું પડી શકે છે પદ, ECએ રાજ્યપાલને મોકલ્યો રિપોર્ટ

Priyakant

Last Updated: 11:50 AM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ માઈનિંગ લીઝ ફાળવણી કેસમાં ચૂંટણી પંચમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જે બાદમાં હવે કમિશને રાજ્યપાલને હેમંત સોરેનની સદસ્યતા રદ કરવાને લઈ પત્ર લખી જાણ કરી

  • ઝારખંડના રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા 
  • મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવી 
  • કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો, 3 વાગ્યા સુધીમાં ગેઝેટમાં પ્રસિદ્ધ થશે

ઝારખંડના રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. નોંધનીય છે કે, અગાઉ માઈનિંગ લીઝ ફાળવણી કેસમાં ચૂંટણી પંચમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જે બાદમાં હવે કમિશને રાજ્યપાલને હેમંત સોરેનની સદસ્યતા રદ કરવાને લઈ પત્ર લખી જાણ કરી છે. 

ઝારખંડ માઈનિંગ લીઝ ફાળવણી કેસમાં ચૂંટણી પંચમાં સુનાવણી પૂર્ણ થઈ ગયા બાદ આજે હવે કમિશને પોતાનો નિર્ણય આપી દીધો છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. જેથી હવે રાજ્યપાલ રમેશ બૈસ બપોરે 12 વાગ્યે દિલ્હીથી રવાના થશે અને લગભગ 2 વાગ્યે રાંચી પહોંચશે. લગભગ ત્રણ વાગ્યા સુધીમાં ગેઝેટમાં પ્રસિદ્ધ થશે.

રાજ્યના રાજકારણમાં ગરમાવો

મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવતા રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. જો આ બધાની વચ્ચે ભાજપેતો અગાઉ જ દાવો કર્યો હતો કે, સોરેનની જગ્યાએ તેમની પત્ની કલ્પનાને રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, અગાઉ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે, ઝારખંડમાં ભાભીની તાજપોશી થશે. તેમણે ટ્વિટ કર્યું, 'ઝારખંડમાં ભાભીના રાજ્યાભિષેકની તૈયારી, ગરીબો માટે પરિવાર પાર્ટીની શ્રેષ્ઠ ભેટ.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ