બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The case against Teesta Setalvad and others will go on in the Sessions Court

ગુજરાત / તિસ્તા સેતલવાડ સહિતના વિરૂદ્ધ કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે: મેટ્રો કોર્ટનો આદેશ, કેસ ટ્રાન્સફર અરજી ગ્રાહ્ય

Dinesh

Last Updated: 11:35 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિસ્તા સેતલવાડ સહિતના વિરૂદ્ધ કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે, તિસ્તા સહિત વિરૂદ્ધનો કેસ ટ્રાન્સફર કરવાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

  • 2002ના રમખાણોમાં ગુજરાતને બદનામ કરવાના કેસનો મામલો
  • તિસ્તા સેતલવાડ સહિતના વિરૂદ્ધ  કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે
  • 27 ફેબ્રુઆરીએ તિસ્તા સહિતના આરોપીઓ સેશન્સ કોર્ટમાં હાજર થશે


2002ના રમખાણોમાં ગુજરાતને બદનામ કરવાના કેસ મામલે તિસ્તા સેતલવાડ સહિતના કેસ વિરૂદ્ધ  સેશન્સ કોર્ટમાં ચાલશે.  તિસ્તા સહિત વિરૂદ્ધનો કેસ ટ્રાન્સફર કરવાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચલાવવા મેટ્રો કોર્ટે આદેશ આપ્યો છે. તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર, સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ થશે.

કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચલાવવા મેટ્રો કોર્ટનો આદેશ
ગુજરાતને બદનામ કરવાના કેસ મામલે તિસ્તા સેતલવાડ સહિત કેસ વિરૂદ્ધ  સેશન્સ કોર્ટમાં ચાલશે. તિસ્તા સહિત વિરૂદ્ધ કેસમાં ટ્રાન્સફર કરવાની અરજી કોર્ટે ગાહ્ય રાખી છે. તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર, સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ થશે. તેમજ 27 ફેબ્રુઆરીએ તિસ્તા સહિતના આરોપીઓ સેશન્સ કોર્ટમાં હાજર થશે.

જુઓ તિસ્તા સેતલવાડ સામે શું છે આરોપ?
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતું
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યું

આર.બી.શ્રીકુમાર પર આરોપ શું?
નાણાવટી-શાહ કમિશન સમક્ષ નવ એફિડેવિટ ફાઈલ કર્યા હતા 
મોટાભાગની એફિડેવિટ જાકિયા જાફરીની ફરિયાદના આધારે કરાઈ હતી 
એફિડેવિટમાં તેમણે રજૂ કરેલી કોઈ પણ વિગત અંગત રીતે પ્રાપ્ત નહોતી કરી
એફિટેવિટની માહિતી હોદ્દાની રૂએ પ્રાપ્ત કરી હતી
શ્રીકુમારે ત્રીજી એફિડેવિટથી રાજ્ય સરકાર સામે આરોપ મૂક્વા શરૂ કર્યા હતા
શ્રીકુમારે SITને જણાવ્યું હતું કે, તેમને ઘણા મૌખિક આદેશો મળ્યા હતા 
શ્રીકુમારના કરેલા દાવા  ઘણા આદેશો ગેરકાનૂની અને ભારતના બંધારણની ભાવના વિરુદ્ધ હતા 
શ્રીકુમારે 16-04-2002થી 19-09-2002 સુધીની મૌખિક સૂચનાઓ નોંધવાના રજિસ્ટરમાં ચેડા કર્યા હતા
શ્રીકુમારને તત્કાલિન IGP ઓ.પી.માથુર દ્વારા આ રજિસ્ટર આપવામાં આવ્યું હતું

સંજીવ ભટ્ટ પર આરોપ શું?
27-02-2002ના રોજ તત્કાલિન CMના નિવાસે બેઠકમાં સામેલ હોવાનો કર્યો હતો દાવો
સંજીવ ભટ્ટ બેઠકમાં સામેલ ન હોવા છતા કર્યો હતો ખોટો દાવો
20-12-2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને કર્યો હતો ફેક્સ 
SIT પાસેના રેકોર્ડ પર આ ફેક્સ મેસેજ ઉપજાવી કાઢેલાનું પૂરવાર થયું
ભટ્ટે બદઈરાદાયુક્ત બનાવટી અને ચેડા કરેલો ફેક્સ કર્યો હતો
કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાનો આરોપ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ