ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:04 AM, 9 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
એક અરબપતિ બિઝનેસમેનની સરપ્રાઈઝએ સમગ્ર ગામને લાખોપતિ બનાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક જ જાટકે આખા ગામના લોકો માલામાલ થઈ ગયા હોવાથી ગામ લોકોએ બિઝનેસમેનનો અભિનંદન આપી અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT
ગામના લોકોને 58-58 લાખ રૂપિયાનું દાન
કોરિયન હેરાલ્ડના અહેવાલ મુજબ પ્રોપર્ટી ડેવલપર બૂયોંગ ગ્રુપના સ્થાપક લી જોંગ ક્યુને આ અનોખી મિશાલ સ્થાપી છે. 82 વર્ષીય જોંગ દક્ષિણ કોરિયાના રહેવાસી છે. તાજેતરમાં, તેણે સુનચેન શહેરના અનપ્યોંગ-રી ગામના લોકોને 58-58 લાખ રૂપિયાનું દાન આપી દીધું હતું. મહત્વનું છે કે આ ગામ એનપ્યોંગ-રીમાં કુલ 280 પરિવારો રહે છે. તેમણે ગામના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને સાધનોનું પણ વિતરણ કર્યું હતું. આમ તેઓએ કુલ 1500 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. જેને લઈને તેઓની ઉદારતાના લોકો મુક્તમને વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
જોંગના અંગત ભંડોળમાંથી અપાયું દાન
દાન અંગે જોંગની કંપની વતી જણાવવામાં આવ્યું કે આ પૈસા ગામના લોકોને આભાર વ્યક્ત કરવા માટે અપાયા છે. કારણ કે ભૂતકાળમાં જોંગની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનિય હોવાથી આ દરમિયાન લોકોએ સાથી હાથ બઢાનાની માફક મદદ કરી હતી. જેનું ઋણ ચૂકવવા આ દાન કરાયું હોવાનું સામે આવ્યું છે. આ દાનની રકમ જોંગના અંગત ભંડોળમાંથી બહાર પાડવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ