બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / The BJP MP's tweet caused an uproar

રાજનીતિ / 'પાર્ટી મને દબાવવાનું કામ કરે છે' ભાજપ સાંસદના ટ્વિટથી હડકંપ, ઓપન ડિબેટનો મામલો ફરી બીચક્યો

Vishal Khamar

Last Updated: 07:02 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટી પર ખુલ્લો આક્ષેપ કર્યો છે. ત્યારે મનસુખ વસાવાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું.

  • સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટી પર કર્યો ખુલ્લો આક્ષેપ
  • પાર્ટી મને દબાવવાનું કામ કરે છે-મનસુખ વસાવા
  • હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું
  • પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે-મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટી પર ખુલ્લો આક્ષેપ કર્યો છે. ત્યારે મનસુખ વસાવાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું. પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે. તેવી નારાજગી વ્યક્ત કરી હતી.

ઓપન ડિબેટ બંધ રહેવા બાબતે મનસુખ વસાવાએ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે. અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ. ધારાસભ્ય ને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ. જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમકે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકાર ને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.

તાજેતરમાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીનું સંમેલન હતું. જે સંમેલનમાં આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હતા. અને સંમેલનમાં ભાજપનાં ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભાજપ સરકાર પર નિમ્ન કક્ષાના જે શબ્દપ્રયોગ કર્યા છે. ભાજપના ધારાસભ્યઓ અને સંસદોને ચપરાસી કહ્યા છે તેનો ખુલાસો મેં મીડિયાનાં મિત્રો સમક્ષ કર્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેવા છે તે મીડિયા સમક્ષ જડબાતોડ જવાબ આપ્યો. જે બાબત થી નારાજ થઈ બિલકુલ આધાર વિહોણા નનામા પત્ર બાબતે ચૈતર વસાવાએ મુદ્દો ઉછાળ્યો તે બાબતે 18 માર્ચની જિલ્લા સંકલનની બેઠક દરમિયાન અધિકારી તથા તેઓની હાજરીમાં ખુલાસો થઈ ગયો. અને જિલ્લાના હિતમાં સરકારી ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ પદાધિકારી અને અધિકારી બધા સાથે મળીને ચર્ચા કરવી તે બાબતે પણ વાત થઈ ગયેલી છતા પણ નનામા પત્રનો આધાર લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની ચડામણી થી ચૈતરભાઈએ ઓપન ડિબેટની માગણી કરીજનો મેં સ્વીકાર કર્યો જે ૦૧ એપ્રિલ ના રોજ આયોજીત થવાની હતી. આ ડિબેટ ફક્તને ફક્ત નર્મદા જીલ્લા પુરતી હતી. પરંતુ કાર્યક્રમને ડિબેટના બધાને આપ ના લોકો પ્રદેશભરના આમ આદમી પાર્ટીના લોકોને ભેગા કરી વાતાવરણ ડહોળવાનો અને ડિબેટને ટાળવાનો પ્રયાસ કર્યો. તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ આવા માહોલમાં ડિબેટનો કાર્યક્રમ ન રાખવો તેવું ધ્યાન દોર્યું . તેમજ પ્રદેશના પાર્ટીના નૈતૃત્વએ પણ આ કાર્યક્રમ ન કરવો તેવું જણાવ્યું. તેનો અમને આનંદ છે. પરંતુ હમેંશા પાર્ટીની વિરોધમાં કામ કરનાર, પાર્ટીની સામે સમયે બળવો કરનારા અને તેમની સાથે કેટલાક બીજા નેતાઓએ ડિબેટી કરી પાર્ટીમાં ઉચ્ચકક્ષાએ ખોટા-ખોટા કારણો બતાવી ડિબેટ રદ કરાવી તેનું મને ભારે દુખ છે.

આજે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ અને મારા વિરોધીઓ આ ડિબેટ બંધ રહેવાથી ગેલમાં આવી ગયા છે તથા મારા વિરોધીઓ મારા માટે અલગ અલગ પ્રકારની કમેન્ટ કરે છે તેની મને જરા પણ ચિંતા નથી સમય આવતા તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.પરંતુ નર્મદા જિલ્લાની ધરતી પર આવી જે ધારાસભ્યો અને સંસદ સભ્યો ને ચપરાસી કહ્યા, નિમ્ન કક્ષાના શબ્દપ્રયોગ કર્યાં, સરકાર પર પ્રહાર કર્યો આનો જવાબ આમ આદમી પાર્ટીના નેતાઓ ને આ ક્ષેત્રના ધારાસભ્યઓ એ તથા આગેવાનોએ આપવો જોઇતો હતો પરંતુ કોઈએ હિંમત બતાવી નથી. મેં પાર્ટી માટે ઘસાતું બોલનારાઓને, મારા ધારાસભ્યો- સંસદ સભ્યો ને ચપરાસી કહેનારાઓને મેં હિંમતપૂર્વક ભાજપનું સન્માન જળવાઈ તે રીતમાં જવાબ આપ્યો છે. આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી. ભૂતકાળમાં પણ જેણે મારી ઈતિહાસ જોવો હોય તો જોઈ શકે છે જ્યારે જ્યારે પાર્ટી કે સરકારના વિરોધમાં પ્રહાર કર્યાં હોય ત્યારે મેં જડબાતોડ જવાબ આપ્યા છે. પરંતુ ધારાસભ્ય સંસદ સભ્યોના વિરોધમાં બેંફામ બોલે છે તેવા લોકોની સામે હું બોલ્યો છું તેના માટે પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાબવાવામાં આવે છે. તેનુ ભારે દુખ છે.આ લડાઈ મારી અંગત નથી સરકાર અને ધારાસભ્યો ના સન્માન માટે હું લડુ છુ.

ડિબેટ રદ થતાં વહીવટી તંત્રને હાશકારો અનુભવ્યો હતો
સાંસદ મનસુખ વસાવાએ તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ થાય તેવી શરત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા 4 માણસો વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર છે. સવારે 10 વાગ્યે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ સ્થળે પહોંચી જશે. સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. ડિબેટ રદ થતાં વહીવટી તંત્રને હાશકારો.

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા શું કહ્યું હતું
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, અમારી ઓપન ડિબેટ ખૂબ મહત્વની હશે અને નર્મદા જિલ્લાના પ્રશ્નો માટે આ ડિબેટ ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે, પ્રશાસનને પણ આ ડિબેટમાં જોડાવવા અપીલ છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે, ભરૂચ લોકસભાના સાસંદએ અધિકારી અને આપ અને ભાજપ તેમજ કોંગ્રેસના નેતઓ પર હપ્તા ઉઘરાવે છે તેવા આરોપ મુક્યા છે. જે મુદ્દે આવતીકાલે તેમણે ખુલ્લી ચર્ચા કરવા માટે સમય આપ્યો છે અને અમને આમંત્રિત કર્યા છે ત્યારે અમે ચોક્સ તેમના ટાઈમ પ્રમાણે પહોંચવાના છીએ. જે આરોપ મુક્યા છે તે પ્રમાણે તેઓ પુરાવા રજૂ કરશે તો ત્યાં જાહેર જનતાને પણ વાસ્તવિક્તાની ખબર પડશે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે આ ડિબેટ થવાની છે. તેમણે કહ્યું કે, હું વહીવટી તંત્રને પણ અપીલ કરૂ છું કે, અમારી અને મનસુખભાઈની ડિબેટ કાયદો અને વ્યવસ્થા જળાવાય તેવી રીતે થાય તેવી પ્રશાસનને પણ અપીલ કરૂ છું. રાજપીપળામાં ડિબેટ માટે ચૈતર વસાવાએ મંજૂરીની માગ કરી છે ત્યારે નર્મદા પોલીસ મંજૂરી આપશે કે નહી તેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ