બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Bharatiya Janata Party came into action before the Lok Sabha elections

ચૂંટણીની તૈયારી / કમલમમાં બેઠકોનો ધમધમાટ: ગુજરાતની એક એવી બેઠક કે જેના તર્જ પર લડાશે લોકસભા ચૂંટણી

Malay

Last Updated: 03:12 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે. આજે ગાંધીનગર કમલમ ખાતે જિલ્લા કારોબારીના અપેક્ષિત સભ્યોની બેઠક યોજાઈ છે. જેમાં સી.આર પાટીલ દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

  • લોકસભા ચૂંટણીને પગલે ભાજપની તૈયારી
  • જિલ્લા કારોબારીના અપેક્ષિત સભ્યોની બેઠક
  • નવસારી લોકસભા બેઠકની રણનીતિ મુજબ પ્રેઝન્ટેશન

લોકસભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. જિલ્લા કારોબારીના અપેક્ષિત સભ્યોની કમલમમાં બેઠક ચાલી રહી છે. જેમાં નવસારી લોકસભા બેઠકની રણનીતિ મુજબ અન્ય લોકસભા બેઠકોની ચૂંટણી અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. બેઠકમાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી મેનેજમેન્ટ અને બુથ મેનેજમેન્ટનું પ્રેઝન્ટેશન આપશે. મહત્વનું છે કે,  દેશમાં સૌથી વધુ મત સાથે નવસારી લોકસભા બેઠક ભાજપે કબજે કરી હતી. 

ત્રણ જિલ્લાની કારોબારી બેઠક પણ યોજાશે
આજે અમદાવાદ, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની કારોબારી બેઠક પણ યોજાવા જઈ રહી છે. આગામી દિવસોમાં અન્ય જિલ્લાની કારોબારી સભ્યોની બેઠક બોલાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવસારી લોકસભા બેઠકના તર્જ પર અન્ય લોકસભા સીટોની ચૂંટણી લડશે. 

ભાજપે મોદી સરકારના 8 વર્ષની સિદ્ધિઓ ગણાવી : પાટીલે કહ્યું, દેશની રસીને  કારણે કોરોના રોકાયો, CM પટેલ બોલ્યા તમામ નાગરિકો ખુશ છે | CM Bhupendra Patel  and ...

તમામ જિલ્લામાંથી મંગાવાયા ડેટા
લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

5 સભ્યોની કમિટીની કરાઈ રચના
લોકસભાની ચૂંટણી પહેલા કમલમ કાર્યાલયના સંચાલન માટે કમિટી બનાવવામાં આવી છે. કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રશેખર દવે,  સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે. 

5 સભ્યોની કમિટી વિવિધ જિલ્લાનો કરશે પ્રવાસ
આ પાંચ સભ્યોની બનાવેલી કમિટીને વિવિધ જિલ્લાનો પ્રવાસ કરશે. તેઓ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે અને ભાજપને એક્ટિવ કરશે. વર્તમાન ભાજપના સંગઠનની કામગીરી અંતર્ગતની પણ સમીક્ષા કરશે.

લોકસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ
લોકસભાની ચૂંટણીમાં ભાજપ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે. આ માટે તેમણે લક્ષ્યાંક પણ રાખેલો છે. મહત્વનું છે કે, સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે 33 જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ