બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The agency started work even before the tender was sanctioned in amc

ગોલમાલ / AMC દ્વારા મળતિયાઓને મલાઇ ! ટેન્ડર મંજૂર થયા પહેલા જ એજન્સી દ્વારા શરૂ કરાયુ કામ, જાણો શું છે મામલો

Khyati

Last Updated: 05:52 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMCએ મળતિયાને ફાયદો કરાવવા નિયમો મૂક્યા નેવે, કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા વિના જ કામ કરી દેવાયુ શરૂ

  • અમદાવાદ મનપાએ મળતિયાઓ માટે નિયમ નેવે મૂક્યા
  • ટેન્ડર મંજૂર થયા પહેલા જ એજન્સીએ કામ શરૂ કરી દીધું
  • વાસણા STP પ્લાન્ટ ખાતે એક પંપ મુકી દેવામાં આવ્યો

અમદાવાદ મનપા દ્વારા મળતિયાઓને કામ આપવા માટે નિયમો નેવે મૂક્યા હોવાનુ સામે આવ્યું.  જી, હા ટેન્ડર મંજૂર થાય તે પહેલા જ એજન્સીએ કામ શરૂ કરી દીધુ. વાસણા STP પ્લાન્ટ ખાતે એક પંપ મુકી દેવામાં આવ્યો છે.  ટેન્ડર પહેલા જ મળતિયા એજન્સી દ્વારા કામ શરૂ કરી દેવાયું. મહત્વનું છે કે STP પ્લાન્ટમાં સુએજ પાણીના નિકાલ માટે 4 પંપ મુકવાના હતા.  ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા પંપ મુકવાનો  નિર્ણય કરાયો હતો. પરંતુ વોટર કમિટીમાં કામ મંજૂર થાય તે પહેલા જ મળતિયા કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરી દેતા વિવાદ છેડાયો છે. 

ટેન્ડર પ્રક્રિયા પહેલા જ મળતિયાને મલાઇ ! 

અમદાવાદ કોર્પોરેશન મળતિયા કોન્ટ્રાક્ટોરોને લાભ કરાવવા માટે  કોઇ પણ હદે જઇ શકે તેનું ઉદાહરણ સામે આવ્યું છે.  ટેન્ડર મંજૂર ન થાય તે પહેલા જ કામ શરૂ કરી દેવાયું છે. એટલે કે નક્કી જ હોય છે કે કોન્ટ્રાક્ટ કોને આપવો. આ જે કંપની છે તેનું નામ એક્વા મશિનરી છે. તે મણિનગરના પૂર્વ મહિલા કોર્પોરેટરના દિકરાની આ કંપની છે. તેનું જ ટેન્ડર પાસ કરવામાં આવે તે માટે તમામ ગિતિવિધિઓ કરવામાં આવી પરંતુ ટેન્ડરની જે પ્રક્રિયા કરવી પડે તેના નિયમો નેવે મૂકાયા. 

 

5 કરોડનું કામ મંજૂર થાય તે પહેલા જ કામગીરી શરૂ !

વોટર કમિટીમાં કામ મંજૂર થયુ નથી તે પહેલા જ છેલ્લા 15 દિવસથી સ્થળ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી. STP પ્લાન્ટમાં સુએજ પાણીના નિકાલ માટે 4  પંપ મુકવાના હતા તેનો ખર્ચ 5 કરોડ રૂપિયા થવાનો હતો પરંતું આટલો બધો ભાવ માત્ર એક્વા મશીનરીને મળે તે માટેનો આ તખ્તો ઘડાયો અને ટેન્ડરની પ્રક્રિયા પુરી ન થાય તે પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી.

કોન્ટ્રાક્ટરો-અધિકારીઓની મિલીભગત ?

ત્યારે આ ઘટના પરથી સ્પષ્ટ એ થાય છે કે ટેન્ડર ભલે કોઇ પણ વ્યક્તિ ભરે પરંતુ મંજૂર તો મળતિયાનું જ થાય. મળતિયાને જ લાભ આપવામાં આવે. મળતિયાને જ લાભ મળે તે માટે નિયમો નેવે મૂકી દેવામાં આવે. મોટી રકમનું ટેન્ડર મળી જાય તે માટે જ સીધે સીધુ કામ શરૂ કરી દેવામાં આવે છે. જો કે સ્થળ પર કામગીરી શરૂ કરવાની પણ મંજૂરી લેવી પડે છે પરંતુ અહીં તો મળતિયાને ફાયદો કરાવવા માટે નિયમોને તંત્ર ઘોળીને પી ગયું.  અને આખો કોન્ટ્રાક્ટ એક્વા મશીનરીને 5 કરોડની માતબર રકમમાં આપી દેવાયો.  પ્રજાના ટેક્સના પૈસા ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ મળતિયાના ખાતામાં જમા થઇ રહ્યા છે એટલે કે કહી શકાય કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે મળતિયા કરોડો કમાઇ રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સામે ક્યારે કરાશે લાલઆંખ, ક્યાં સુધી પ્રજાના ટેક્સના પૈસા આ રીતે જ વેડફાતા રહેશે , શું આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ