બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The action plan of the system is ready to secure the Sabarmati Jail

ઇતિહાસમાં પ્રથમ વાર / સાબરમતી સેન્ટ્રલ જેલનું હવે ડ્રોનથી કરાશે સર્વેલન્સ, મોબાઇલ ફોન રાખનારા કેદીઓની ખેર નહીં

Dinesh

Last Updated: 06:30 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી જેલ ફરતે આવેલી દીવાલ પર 200થી વધુ હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવાશેઃ જેલ બહાર થતી તમામ ગતિવિ‌ધિઓ પર પણ બાજ નજર રખાશે

  • સાબરમતી જેલને સિક્યોર કરવા તંત્રનો એક્શન પ્લાન તૈયાર
  • છ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલનું હવે ડ્રોનથી સર્વેલન્સ
  • જેલ અધીક્ષક સહિત 400 જેલ સિપાહી, હવાલદાર, સૂબેદાર કેદીઓની સુરક્ષા કરે છે


ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદના શૂટઆઉટ બાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોબાઇલ ફોનના ઉપયોગને લઇ વિવાદોમાં આવી ગઈ છે. અતીકે ચાર વર્ષ જેલમાં કરેલા જલસા બાદ હવે જેલ તંત્ર સફાળું જાગ્યું છે અને છ કિલોમીટરમાં ફેલાયેલી જેલને વધુ સિક્યોર કરવા માટેનો પ્લાન ઘડી લીધો છે. ઇતિહાસમાં પહેલી વખત સાબરમતી સેન્ટ્રલ જેલમાં ડ્રોન આવશે, જેનાથી આખી જેલનું સર્વેલન્સ થશે ત્યારે જેલ ફરતે આવેલી દીવાલ પર ર૦૦થી વધુ હાઇ ડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવાશે. જેલ બહાર થતી તમામ ગતિ‌વ‌િધીઓ ઉપર પણ હવે નજર રાખવામાં આવશે. જેલ અધીક્ષક તેજસ પટેલે સાબરમતી સેન્ટ્રલ જેલને સિક્યો‌રિટીની દૃષ્ટિએ મજબૂત કરવા માટે સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની માગણી કરતો લેટર જેલના વડાને લખ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે ત્યારે હવે જેલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઈ પૂરતું ધ્યાન આપી રહ્યું છે. જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરે તે માટે ફોર-જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પે‌નિક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યાં છે ત્યારે ખૂંખાર કેદીઓથી લઇને તમામ કેદીઓ પર નજર રાખી શકાય તે માટે પ૩પ હાઇ ડેફિનેશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

Sabarmati Central Jail once again in dispute

સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે 
જેલમાં હાઇ સિક્યો‌રિટી ઝોન હોવા છતાંય અવારનવાર મોબાઇલ ફોન મળે છે. આ ઉપરાંત કેટલીક વાર પ્રતિબં‌ધિત ચીજવસ્તુઓ પણ મળી આવે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 100 કરતાં વધુ બેરેક છે, જેમાં 2600 કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ બંધ છે. દિવસમાં નવ કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે તે સમયે કેદીઓની પૂરતી સલામતી રાખવામાં આવે છે. સેન્ટ્રલમાં જેલ અધીક્ષક સહિત 400 જેલ સિપાહી, હવાલદાર, સૂબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિ‌ધિ પર નજર રાખતા હોય છે. સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે, કારણ કે પાકા અને કાચા કામના કેદીઓ એકબીજાને મળી પોતાના મનસૂબા પાર પાડવા માટેનાં કાવતરાં પણ સેન્ટ્રલ જેલમાં ઘડતા હોય છે. 

ડ્રોન તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે
‘ગુનેગારોની નગરી’ કહેવાતી સાબરમતી સેન્ટ્રલ જેલ સુરંગકાંડ, ચેતન બેટરી હત્યાકાંડ તેમજ હવે અતીક અહેમદના જલસાકાંડ જેવા મામલે વિવાદોમાં રહી છે. થોડા સમય પહેલાં વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટના પર્દાફાશ બાદ વધુ એક વખત સેન્ટ્રલ જેલની છબી ખરડાઇ હતી. ખંડણી રેકેટનો પર્દાફાશ થયા બાદ જેલમાંથી એક પછી એક મોબાઇલ ફોન મળી આવતાં જેલની સુરક્ષા પર વધુ એક વખત સવાલ ઊભો થયો હતો. જેલમાં લગાવેલાં ફોર-જી જામર ઠપ છે ત્યારે હવે કેદીઓએ છુપાવેલા મોબાઇલ ફોન શોધી નાખવા માટે જેલ તંત્રનો નોન ‌લ‌િનયર જંક્શન ડિટેક્ટર ‌સિસ્ટમ ખરીદવાનો પ્લાન હતો, જે જમીનમાં ત્રણ ફૂટ સુધી છુપાવેલા ઇલેટ્રો‌નિક ‌ડિવાઇસને શોધી નાખશે. નોન લ‌િનયર જંક્શન ‌ડિટેક્ટર ‌સિસ્ટમનો ઉપયોગ બોમ્બ સ્ક્વોડના કર્મચારીઓ બોમ્બ શોધવા માટે કરે છે ત્યારે હવે ડ્રોન તેમજ સીસીટીવી કેમેરા લગાવવા માટેની પણ પ્રપોઝલ મૂકવામાં આવી છે. 

Sabarmati Central Jail once again in dispute

અધીક્ષક તેજસ પટેલે શું જણાવ્યું ?
જેલ અધીક્ષક તેજસ પટેલે જણાવ્યું છે કે ડ્રોનની માગણી કરી છે, જેના કારણે આખી જેલનું સર્વેલન્સ થશે ત્યારે જેલના ધાબા પર કોઇ પ્રતિબં‌ધિત ચીજવસ્તુઓ હોય તે પણ જોઈ શકાશે. આ સિવાય જેલની અંદર સીસીટીવી કેમેરા છે, પરંતુ હવે જેલ ફરતે આવેલી દીવાલમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જે હાઇડેફિનેશનના હશે.

કેદીઓના સંબંધીઓ બહારથી મોબાઈલ ફોન જેલની અંદર ફેંકતા હોવાનો પર્દાફાશ
સાબરમતી સેન્ટ્રલ જેલ ફરતે આવેલી દીવાલ પર સીસીટીવી લગાવવાનું કારણ એ છે કે, કેદીઓના સંબંધીઓ મોબાઇલ ફોન બહારથી જેલમાં ફેંકે છે. જો કોઇ કેદીનો સંબંધી મોબાઇલ ફેંકશે તો તેનાં કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે. ગુજરાતની તમામ જેલમાંથી જે રીતે મોબાઈલ ફોન મળી રહ્યા છે તે જોતાં હવે જેલ કોલ સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેલમાંથી ખૂબ જ આસાનીથી મોબાઈલ ફોન મળી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે. જેલમાં ફોર-જી જામર લગાવેલાં હોવા છતાંય કેદીઓ આસાનીથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાંક ફોર-જી જામર ઠપ થઇ ગયાં છે તો કેટલાંક જામરની ફ્રીકવન્સી અમુક હદ સુધી જતી હોવાના કારણે જેલ તંત્ર લાચાર થઇ ગયું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ