બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Thakor's devotional path of Dakor becomes 'Vikatpath' for pedestrians, millions of rupees in water

અમદાવાદ / ડાકોરના ઠાકોરનો ભક્તિપથ પગપાળા શ્રદ્ધાળુઓ માટે બન્યો ‘વિકટપથ’, લાખો રૂપિયા પાણીમાં

Mehul

Last Updated: 06:01 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાંથી છેલ્લા બે દિવસથી ડાકોર તરફ શ્રદ્ધાળુઓનો પ્રવાહ આવનારા ત્રણ-ચાર દિવસમાં ચરમસીમાએ જઈ પહોંચશે.આ વચ્ચે રણછોડરાયનો 'ભક્તિપથ' શ્રદ્ધાળુઓ માટે બન્યો છે 'વિકટપથ'

  • ભક્તિપથના નવીનીકરણનાં બહાને લાખો રૂપિયાનો ખર્ચ 
  • ડાકોર માર્ગે રસ્તા વિસ્તૃતીકરણ, ફૂટપાથનાં કામ અધૂરાં 
  • ઠાકોરનો ભક્તિપથ પગપાળા શ્રદ્ધાળુઓ માટે ‘વિકટપથ’

ધુળેટી આવી રહી હોઈ 'ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે..' અને 'જય રણછોડ, માખણચોર.'ના ગગનભેદી નારા સાથે ગુજરાતભરના પગપાળા શ્રદ્ધાળુઓ રોજેરોજ હજારોની સંખ્યામાં ડાકોરના ઠાકોરનાં દર્શનાર્થે જશે. ફાગણી પૂનમ નિમિત્તે ભક્તિના હિલોળા લેતા પગપાળા ચાલીને કાળિયા ઠાકરનાં દર્શન કરવા જવાનું અનેરું મહત્ત્વ છે. અમદાવાદમાંથી છેલ્લા બે દિવસથી ડાકોર તરફ શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ થયો છે, જે આવનારા ત્રણ-ચાર દિવસમાં ચરમસીમાએ જઈ પહોંચશે. જોકે ડાકોરના રણછોડરાયનો 'ભક્તિપથ' હજારો પગપાળા શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલીભર્યો એવો 'વિકટપથ' બન્યો છે.

ભક્તિ પથ બન્યો કંટક માર્ગ 

અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના જશોદાનગર સર્કલથી ડાકોર પગપાળા જનારા હજારો શ્રદ્ધાળુઓ માટેના રસ્તાને છેક મધુબહેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતાં તે સમયથી ભક્તિપથ જાહેર કરાયો છે. ભક્તિપથ પર થઈને જનારા હજારો શ્રદ્ધાળુઓને રસ્તા પર વિવિધ પ્રકારની સુવિધાઓ મળે, જેનાથી ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે ડાકોરનાં ઠાકોરનાં દર્શન સરળ અને સુગમ બને તેવો આશય ભાજપના શાસકોનો રહ્યો હોઈ તે આજની સ્થિતિએ મહદ્અંશે કંટકપથ બન્યો છે.

મ્યુનિ. તિજોરીમાંથી ભક્તિપથના નવીનીકરણ માટે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા હોઈ છેક વર્ષ 2019માં  નિરમાનાળાથી એસપી રિંગ રોડના હાથીજણ સર્કલ સુધીના રસ્તાને વિકસિત કરવાનું કામ હાથ પર લેવાયું હતું, જેમાં રૂ. ચાર કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ હોઈ આ રસ્તાને તૈયાર કરાયો છે. હવે આશરે 4.5 કિમી લાંબા રસ્તાને 24 મીટર પહોળો કરીને રસ્તાની ધાર પર નાના છોડ વાવીને ગ્રીનપેચ તૈયાર કરવું તેમજ ફૂટપાથ નખાઈ રહી છે. ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટ નખાઈ રહી છે.

જ્યારે જશોદાનગર બ્રિજથી ત્રિકમપુરા પાટિયા થઈને નિરમાનાળા તરફ જતા દોઢ કિમી લાંબા રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું હોઈ શ્રદ્ધાળુઓને જૂના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આશરે દોઢ કિમી લાંબા આ રસ્તાને રૂ. છ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાઈ રહ્યા છે.

કામ અધૂરા 

જશોદાનગર બ્રિજ પાસેના ટોરેન્ટના જૂના ટાવર તેમજ દબાણોને પહેલાં હટાવીને તેને 16 મીટરને બદલે 24 મીટર પહોળાઈનો બનાવાઈ રહ્યો છે. હાલમાં રસ્તાના વિસ્તૃતિકરણનું કામ ચાલતું હોઈ તંત્ર દ્વારા બેઝવર્કનું કામ મહદ્અંશે આટોપી લેવાયું છે. હવે ટૂંક સમયમાં તેના પર પેવરકામ કરાશે. આ રસ્તાનું કામ હાલમાં ચાલી રહ્યું હોઈ તેના પછી ડિવાઇડર તૈયાર કરીને તેમાં સ્ટ્રીટલાઇટ બેસાડાશે, જ્યારે જૂના રોડ પરની ફૂટપાથની સ્ટ્રીટલાઇટ અત્યારે શ્રદ્ધાળુઓને ઉપયોગી બનશે.

નવીનીકરણ

ત્રિકમપુરા પાટિયા વિસ્તાર વરસાદી પાણીમાં જળબંબોળ થતો હોઈ તંત્ર દ્વારા નવી કેચપિટો બનાવવા સહિત સ્ટ્રોમ વોટર ડ્રેઇનનું કામ હાથ પર લેતાં રસ્તાના કામમાં વિલંબ થયો હોવાનું જાણવા મળે છે.રસ્તો તૈયાર થયા બાદ બાંકડા મુકાશે અત્યારે તંત્રે સમગ્ર ભક્તિપથના નવીનીકરણ પર ખાસ ભાર મૂક્યો છે. ભક્તિપથ 24 મીટર પહોળો થઈને તેના ડીવાઇડર પર સ્ટ્રીટલાઇટ મુકાય તેમજ ફૂટપાથ તૈયાર થયા બાદ તંત્ર બાંકડા મૂકશે. તંત્ર દ્વારા આકર્ષક ડેકોરેટિવ બાંકડા મૂકવાની વિચારણા ચાલી રહી છે.

મેડિકલ કેમ્પ, મેડિકલ વાન, પાણીનાં ટેન્કરની વ્યવસ્થા 
તંત્ર દ્વારા નિરમાનાળાની આગળ મેડિકલ કેમ્પ ઊભો કરાયો છે. ત્યાં એક મેડિકલ વાન મુકાઈ છે. શ્રદ્ધાળુઓને પીવાનાં પાણીની તકલીફ ન પડે તે માટે પાણીનું એક ટેન્કર સતત ફરતું રહેશે. સ્વચ્છતા માટે 100 સફાઈકર્મી, એક છોટા હાથી, એક 407 ટ્રક, કોમ્પેક્ટર તહેનાત રખાયાં છે. જશોદાનગર ફાયર સ્ટેશનને કોઈ પણ જાતની આગ-અકસ્માતની દુર્ઘટના માટે એલર્ટ રખાયું છે. મેડિકલ કેમ્પની બાજુમાં મોબાઇલ ટોઈલેટ વાનની વ્યવસ્થા પણ લોકો માટે કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ