બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Tata Steel is going to close two blast furnaces, 2800 people will be employed, know

Tata Steel / TATA ના એક એલાનથી સમગ્ર UKમાં હડકંપ! ત્રણ હજાર નોકરીઓ પર સંકટ

Megha

Last Updated: 12:19 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રતન ટાટાની સ્ટીલ બનાવતી કંપની ટાટા સ્ટીલે બ્રિટનના સાઉથ વેલ્સમાં પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં તેની બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનો નિર્ણય લીધો, જેથી 3000 જેટલા લોકો બેરોજગાર પણ થઈ શકે છે.

  • ટાટા સ્ટીલના એક નિર્ણય બાદ લગભગ 3000 જેટલા લોકો બેરોજગાર થઈ જશે. 
  • ટાટા ગ્રુપે બ્રિટનના સાઉથ વેલ્સમાં બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 
  • આજે કંપની તેના યુકે પ્લાન્ટમાંથી છટણીની જાહેરાત કરી શકે છે.

ટાટા સ્ટીલ પોતાનો બિઝનેસ બંધ કરવા જઈ રહી છે અને આ નિર્ણય બાદ લગભગ 3000 જેટલા લોકો બેરોજગાર પણ થઈ જશે. ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલનો પણ યુનાઈટેડ કિંગડમ અથવા ગ્રેટ બ્રિટનમાં સ્ટીલ પ્લાન્ટ છે. વાત એમ છે કે રતન ટાટાની સ્ટીલ બનાવતી કંપની ટાટા સ્ટીલે બ્રિટનના સાઉથ વેલ્સમાં પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં તેની બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે તે તેની કામગીરીને પર્યાવરણ અનુકૂળ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલાં લઈ રહી છે. જો કે એવું પણ કહેવામાં આવે છે કે આ પ્રયાસમાં ત્યાં કામ કરતા 2,800 લોકો તેમની નોકરી ગુમાવશે. એક રિપોર્ટ અનુસાર ટાટા એક્ઝિક્યુટિવ્સ, GMB અને યુનાઈટેડ યુનિયન વચ્ચે લંડનની એક હોટલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે. એવી અપેક્ષા છે કે ટાટા સ્ટીલ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. 

જો આવું થાય, તો કંપની તેના યુકે પ્લાન્ટમાંથી છટણીની જાહેરાત કરી શકે છે. કંપની પોર્ટ ટેલ્બોટ સ્ટીલવર્કસ યુનિટ ખાતે બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાની યોજના ધરાવે છે. આ યુનિટ વેલ્સ, બ્રિટનમાં આવેલું છે. જોકે, છટણીના સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો 
કંપનીએ જણાવ્યું હતું કે, "આ યોજનાનો ઉદ્દેશ્ય એક દાયકા કરતાં વધુ નુકસાન અને પરંપરાગત બ્લાસ્ટ ફર્નેસમાંથી વધુ ટકાઉ, ઇકો-ફ્રેન્ડલી સ્ટીલ બિઝનેસમાં પરિવર્તન કરવાનો છે." કંપની પરંપરાગત બ્લાસ્ટ ફર્નેસની જગ્યાએ આધુનિક ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ લગાવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ફેરફારથી બ્રિટનમાં કાર્બન ઉત્સર્જનમાં દર વર્ષે 5 મિલિયન ટનનો ઘટાડો થશે. આ ઉપરાંત, કંપનીના ઉત્પાદનો પર્યાવરણીય દૃષ્ટિકોણથી સુરક્ષિત રહેશે.

વધુ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કારણે સોમવારે શેર બજાર રહેશે બંધ

ત્યાં કામ કરતા લોકોનું શું થશે?
ટાટા સ્ટીલે કહ્યું છે કે ત્યાં કામ કરતા 2,800 કર્મચારીઓને આ નિર્ણયથી અસર થવાની સંભાવના છે. તેમાંથી, આગામી 18 મહિનામાં અંદાજે 2,500 પોસ્ટ્સને અસર થશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે અસરગ્રસ્ત કર્મચારીઓ માટે સહાયની પણ વ્યવસ્થા કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ