બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / surrogacy 56 year old grandmother gave birth to her own granddaughter

OMG / 56 વર્ષની મહિલાએ વહુ-દીકરાના બાળકને આપ્યો જન્મ, જાણો કઈ રીતે બન્યું શક્ય?

Premal

Last Updated: 05:34 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

56 વર્ષીય માં નેન્સી હૉકે જ્યારે પોતાના પુત્ર હૉક અને તેમની પત્ની કમ્બ્રિયાની સામે સરોગેટની જવાબદારી ઉપાડવાનો વિકલ્પ મુક્યો તો શરૂઆતમાં આ દંપત્તિએ તેને સંભાવનાના રૂપમાં ના લીધુ.

  • 56 વર્ષની મહિલાએ પુત્ર અને વહૂના બાળકને આપ્યો જન્મ
  • મહિલાની વહૂ બાળકને જન્મ આપવામાં અસમર્થ હતી
  • મહિલાએ દંપત્તિના પાંચમા બાળકને જન્મ આપ્યો

56 વર્ષીય માતાએ પોતાના પુત્રના બાળકને આપ્યો જન્મ 

અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને સરોગેસીની નવી કહાનીઓ મળી જશે. આવી એક ઘટના અમેરિકામાં સામે આવી છે, જ્યાં એક મહિલા સરોગેટ બની અને પોતાના પુત્ર અને વહૂના બાળકને જન્મ આપ્યો. ધ પીપલ મુજબ મહિલાની વહૂ હિસ્ટેરેક્ટોમીથી પસાર થઇ હોવાથી બાળકને જન્મ આપવામાં અસમર્થ હતી. જેફ હૉકની 56 વર્ષીય માં નેન્સી હૉકે જ્યારે તેના પુત્ર અને તેની પત્ની કમ્બ્રિયાની સામે સરોગેટની જવાબદારી ઉપાડવાનો વિકલ્પ મુક્યો તો આ દંપત્તિએ તેને એક સંભાવનાના રૂપમાં ના લીધુ. જો કે, આ વિકલ્પ કામ કરી ગયો અને નેન્સીએ દંપત્તિના પાંચમા બાળકને જન્મ આપ્યો. 

હૉકે કહ્યું, સુંદર અનુભવ 

હૉક, જે એક વેબ ડેવલપર છે, આખા અનુભવને એક સુંદર ક્ષણ કહ્યું. તેમણે કહ્યું, કેટલા લોકો પોતાની માંને જન્મ આપતા જોઇ શકે છે. મીડિયાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેન્સી હૉક બાળકને જન્મ આપવાની નવી ભાવનાઓનો સામનો કરી રહી છે, પરંતુ બાળકને પોતાની સાથે ઘર લાવતી નથી.

નાની બાળકીનુ રાખવામાં આવ્યું નામ

નાની બાળકીનુ નામ પણ હન્ના રાખવામાં આવ્યું છે. મિસ્ટર હૉકે કહ્યું કે તેમની માં અડધી રાત્રે ઉઠી અને એક અવાજ સાંભળ્યો જે કહી રહ્યો હતો મારું નામ હન્ના છે. કંબીરાએ જણાવ્યું કે નેન્સી નામ હન્નામાંથી આવ્યું છે. આ બંનેનો અર્થ અનુગ્રહ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ