બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Surrender of Vibhuti Patel aka Raniba! 3 Sakanjas who brutalized Dalit youth over salary in Morbi, remanded tomorrow

કાર્યવાહી / વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાનું સરેન્ડર! મોરબીમાં પગાર બાબતે દલિત યુવક સાથે અમાનુષી વર્તન કરનારા 3 સકંજામાં, આવતીકાલે રિમાન્ડ

Vishal Khamar

Last Updated: 07:41 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં દલિત શ્રમિકને માર મારવા મામલે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા.

  • મોરબીમાં દલિત યુવકને માર મારવાનો મામલો
  • રાણીબા, રાજ પટેલ અને ઓમ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર
  • આવતીકાલે રિમાન્ડ માટે તમામને કોર્ટ સમક્ષ કરાશે હાજર

મોરબીમાં શ્રમિક યુવકને પગાર બાબતે માર મારવાનાં કેસમાં આજે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, રાજ પટેલ અને ઓમ પટેલ સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આવતીકાલે પોલીસ દ્વારા રિમાન્ડ માટે તમામને કોર્ટ સમક્ષ હાજર કરાશે.  ત્યારે આ મામલે મોરબી પોલીસે અગાઉ મયુર કલોતરાની ધરપકડ કરી હતી. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકે 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા અલગ અગ ટીમો બનાવી અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. 

Vibhuti Patel 'Raniba's close relationship with BJP Mahila Morcha President Deepika Sardwa

પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી
મોરબીમાં યુવાનને માર માર મારવા મામલે પોલીસ દ્વારા આરોપી વિભૂતિ પટેલ અને તેના ભાઈ સહિતની ગેંગને પકડવા પોલીસ દ્વારા રવાપર ચોકડી પર આવેલી ઓફીસ સહિતની જગ્યાઓએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડી.વાય.એસ.પી સહિતનાં અધિકારીઓની જુદી જુદી  3 ટીમો બનાવી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો
સોશિયલ મીડિયામાં રાણીબાના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે.  તેવી જાહેરાત જોઈ હતી. જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું. જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતો. અને જો કે, ઓફિસના કર્મચારીનો દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે. જેથી કરીને તા. 6 નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફરિયાદીએ ફોન કર્યો હતો. ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી. અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા.ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ