બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / surendra prasad yadav recieved death threat of 11 crore rupees by dhanwant singh

દેશ / 'હાફ પેન્ટવાળી મેડમને ચૂંટણીમાં લવાઈ, યુવાનો ફોટાને કરે છે કિસ', મંત્રીની મતિ બગડી, હવે મળી મોતની ધમકી

Vaidehi

Last Updated: 03:56 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનવંત સિંહ રાઠોરે સહકારી મંત્રી સુરેન્દ્ર પ્રસાદ યાદવનું ગળું કાપનારાને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાનો ધમકી ભર્યો વિડીયો પોસ્ટ કર્યો. મંત્રીએ FIR નોંધાવી.

  • સહકારી મંત્રીએ મહિલા નેતા પર અભદ્ર ટિપ્પણી  કરી હતી
  • જે બાદ બિહારનાં સહકારી મંત્રીને મળી ધમકી
  • ધનવંત સિંહ રાઠોરે મર્ડર પર 11 કરોડનું ઈનામ ગોઠવ્યું

બિહારનાં સહકારી મંત્રી ડો. સુરેન્દ્ર પ્રસાદ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ક્ષત્રિય સેવા મહાસંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ધનવંત સિંહ રાઠોરે પોતાના ફેસબુક એકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું સહકારી મંત્રીનું ગળું કાપનારાને તે 11 કરોડ રૂપિયાનું ઈનામ આપશે. ધમકી બાદ મંત્રીએ ધનવંત સિંહ રાઠોડની વિરુદ્ધમાં રામપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી.

મર્ડર પર 11 કરોડનું ઈનામ
વીડિયોની મદદથી ધનવંત સિંહ રાઠોરે કહ્યું કે કોઈપણ વ્યક્તિ સહકારી મંત્રીની હત્યા કરે છે તો તેને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. હવે આ ધમકી ભરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોનાં આધાર પર ગયાનાં રામપુર પોલીસ સ્ટેશનમાં સહકારી મંત્રીએ 3 જૂલાઈનાં રોજ ધનવંત સિંહ રાઠોડની સામે FIR દાખલ કરાવી. 66 IT એક્ટ અને કલમ 115, 120B અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે મામલો?
માહિતી અનુસાર આ મામલો જેડીયૂની નેતા કરિશ્મા કુમારીની સાથે સંકળાયેલો છે. સહકારી મંત્રી દ્વારા અભદ્ર ટિપ્પણી બાદ ધનવંત સિંહ રાઠોરે ધમકી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગયાનાં ફતેહપુરમાં કોઈ કાર્યક્રમમાં 4 મે 2023નાં રોજ બિહારનાં સહકારી મંત્રીએ સ્ટેજ પર જિપ સદસ્યય કરિશ્મા કુમારી પર અભદ્ર ટિપ્પણી કરી હતી જેના બાદ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જે બાદ 17 જૂનનાં ક્ષત્રિય સેવા મહાસંઘનાં અધ્યક્ષ ધનવંત સિંહ રાઠોરે પોતાના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

મંત્રીએ કરી હતી અભદ્ર ટિપ્પણી
સહકારી મંત્રીએ કહ્યું હતું કે' હાફ પેન્ટવાળી મેડમને ચૂંટણી માટે લઈ આવવામાં આવ્યાં અને તમામ યુવકો મેડમનો ફોટો લઈને કિસ્સ કરે છે. વોટને પોતાના પક્ષમાં લેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ