બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Surendra Pal did not want to play Dronacharya in BR Chopra Mahabharata

ટીવી જગત / 'હીરો બનવા આવ્યો છું, વૃદ્ધનો રોલ નહીં કરું', જે કેરેક્ટર પર ભડક્યાં, આજે એ જ રોલે એક્ટરને અપાવી આગવી ઓળખ

Megha

Last Updated: 10:10 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીઆર ચોપરાની 'મહાભારત'માં દ્રોણાચાર્યની ભૂમિકા ભજવનાર સુરેન્દ્ર પાલે કહ્યું કે પહેલા એમને દ્રોણાચાર્યનો રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેઓ હીરો બનવા માંગતા હતા.'

  • બીઆર ચોપરાની મહાભારતમાં દ્રોણાચાર્ય નહતા બનવા માંગતા સુરેન્દ્ર પાલ. 
  • સુરેન્દ્ર પાલે કહ્યું કે, 'હું હીરો બનવા આવ્યો છું, વૃદ્ધ વ્યક્તિનો રોલ નહીં કરું.' 
  • એ સમયે બીઆર ચોપરાએ પોતે સુરેન્દ્ર પાલને દ્રોણાચાર્યનું મહત્વ સમજાવ્યું હતું. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કિસ્સાઓ બનતા રહે છે જેમાં કલાકાર શરૂઆતમાં કોઈ રોલ કરવા માંગતા ન હોય પરંતુ પછીથી તે પાત્ર તેની ઓળખ બની જાય છે. બીઆર ચોપરાની મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકામાં જોવા મળેલા સુરેન્દ્ર પાલ સાથે પણ આવું જ થયું હતું. એક વાતચીત દરમિયાન એમને કહ્યું હતું કે તેઓ પહેલા દ્રોણાચાર્યનો રોલ કરવા નહતા માંગતા કર કે તેઓ મોટા પડદા પર હીરો તરીકે આવવા માંગતા હતા. 

બીઆર ચોપરાની 'મહાભારત'માં દ્રોણાચાર્યની ભૂમિકા ભજવનાર સુરેન્દ્ર પાલે એક રસપ્રદ કિસ્સો સાંભળાવતા કહ્યું કે પહેલા એમને દ્રોણાચાર્યનો રોલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કારણ કે તે પડદા પર 'વૃદ્ધ વ્યક્તિ'નો રોલ કરવા નહતા માંગતા, જો કે આ બાદ બીઆર ચોપરાએ સુરેન્દ્ર પાલને દ્રોણાચાર્યનું મહત્વ સમજાવ્યું હતું અને આ દરમિયાન એમને લાંબા સમય સુધી અભિનેતા પર બૂમો પાડી હતી ત્યારબાદ સુરેન્દ્ર પાલ એમની સામે રડવા લાગ્યા હતા.  

એક એક ઈન્ટરવ્યુમાં સુરેન્દ્ર પાલે કહ્યું હતું કે, 'ગુફીર મને ફોન કર્યો અને કહ્યું કે તેની પાસે મારા માટે એક રોલ છે. બીજા દિવસે જ્યારે હું ગયો ત્યારે તેઓએ કહ્યું કે કાસ્ટિંગ થઈ ગયું છે. પરંતુ મહાભારતમાં દ્રોણાચાર્યની ભૂમિકા છે. હવે આ રોલ સાંભળીને હું નિરાશ થઈ ગયો હતો. મને એવું લાગતું હતું કે મને એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા આપવામાં આવી રહી છે. હું હીરો બનવા આવ્યો છું. હું સુંદર છુ. મેં વિચાર્યું કે મારી કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે. મેં તેને કહ્યું કે હું આ વૃદ્ધની ભૂમિકા ભજવી શકતો નથી અને હું ત્યાંથી ચાલ્યો ગયો.' 

મેં ગૂફી પેન્ટલને સ્પષ્ટપણે કહ્યું હતું કે હું વૃદ્ધ માણસનો રોલ કરી શકતો નથી. આટલું કહીને હું સેટ છોડીને ચાલતો થયો એવામાં એક માણસ દોડતો મારી પાસે આવ્યો અને કહ્યું કે બીઆર ચોપરાએ મને તેમની ઓફિસમાં બોલાવ્યો છે. તે મીટિંગ દરમિયાન, બી.આર. ચોપરાએ મને જોઇને પહલી વાત જ એમ કહી કે મને મારા દ્રોણાચાર્ય મળી ગયા.. પરંતુ એ સમયે તેઓ આ બોલ્યા તે મને નહતું ગમ્યું. 

મે તુરંત જ એમને કહ્યું કે, 'સર, હું તમને કંઈક કહેવા માંગુ છું. હું વૃદ્ધ માણસની ભૂમિકા ભજવી શકતો નથી. મારી વાત સાંભળીને બીઆર ચોપરા ગુસ્સે થઈ ગયા. પછી તેણે કહ્યું- તમે શું કહ્યું? દ્રોણાચાર્ય વૃદ્ધ હતા? તે આર્મી જનરલ હતા અને તે 10 અર્જુન અને 10 દુર્યોધન બનાવી શક્યા હોત.' એ સમયે બીઆર ચોપરા લાંબા સમય સુધી મારા પર બૂમો પાડતા રહ્યા. તેની વાત સાંભળીને હું ત્યાં જ રડવા લાગ્યો હતો.

વધુ વાંચો: Fighter Collection: રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર ઋત્વિકની ફિલ્મે લગાવી છલાંગ, આંકડો આટલાં કરોડને પાર

સુરેન્દ્ર પાલે આગળ વાતચીતમાં કહ્યું કે, 'બીઆર ચોપરાએ મણે કહ્યું કે મારે વાઘ જેવો દેખાવ જોઈએ છે. મને મારી સામે વાઘ દેખાય છે, માત્ર તમે જ દ્રોણાચાર્યની ભૂમિકા ભજવી શકો અને બીજું કોઈ નહીં. ' આ પછી સુરેન્દ્ર પાલે ઓડિશન આપ્યું અને લુક ટાસ્ક માટે પસંદગી કરવામાં આવી હતી. આ રીતે બીઆર ચોપરાએ 'મહાભારત'નું નિર્માણ કર્યું હતું. તેના પુત્ર રવિ ચોપરાએ તેનું દિગ્દર્શન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ