બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Surat, non-BJP forms were filled only by arrangement? How appropriate is it that elections are not held in a democracy

મહામંથન / સુરતમાં ભાજપ સિવાયના ફોર્મ ગોઠવણથી જ ભરાયા હતા? લોકશાહીમાં ચૂંટણી ન થાય તે કેટલું યોગ્ય?

Dinesh

Last Updated: 10:46 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતના રાજકારણમાં અલગ જ ઘટના બની છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. લોકશાહી માટે અલગ છતા અયોગ્ય ઘટના કહી શકાય

સુરતમાં જે અપેક્ષિત ઘટનાક્રમ ભજવાયો તેનાથી ભાજપને ચૂંટણી વગર એક બેઠક મળી અને કોંગ્રેસ વગર ચૂંટણીએ એક બેઠક હારી. શનિવારથી જે રાજકીય ઘટનાઓ બનતી ગઈ તેનાથી તો લોકો વાકેફ જ છે પરંતુ સવાલ એ છે કે સુરતમાં ભાજપ સિવાયના ફોર્મ ગોઠવણથી જ ભરાયા હતા કે કેમ. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને સૌથી મોટી લોકશાહીમાં એક બેઠક શંકા ઉપજાવતા ઘટનાક્રમને કારણે બિનહરીફ થાય તે ચિંતાજનક છે. આમ પણ સુરતને રાજકીય ડ્રામા સાથે જૂનો સંબંધ છે. બહુ દૂર ન જઈએ તો 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ રાજીખુશીથી ઉમેદવારી પાછી ખેંચી હોવાની કેફિયત આપી હતી જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું હતું કે તેને ધાકધમકી આપવામાં આવી છે અને તેનું અપહરણ થયું છે. થોડા દૂરના ભૂતકાળમાં જઈએ તો વર્ષ 2000માં જ્યારે મહાપાલિકાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ ઉમેદવારને છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ન મળ્યા અને તેને લીધે કેટલાય ફોર્મ કોંગ્રેસના રદ થઈ ગયા. નિલેશ કુંભાણીના કિસ્સામાં ટેકેદારોની ખોટી સહી કરી હોવાની વાત સામે આવી ગઈ અને નિયત સમયમાં ટેકેદારો ચૂંટણી અધિકારી સામે હાજર ન થયા જેથી તેનું ફોર્મ રદ થયું. સમગ્ર ઘટનાક્રમથી કોંગ્રેસના કાર્યકરો પણ આહત છે અને નિલેશ કુંભાણીને જ આ ઘટના માટે જવાબદાર ગણી રહ્યા છે. હવે સુરતના પરિણામની ચર્ચા કરવાનું કોઈ કારણ નથી પણ સુરતમાં જે બન્યું તે મતદારોનો લોકશાહી ઉપરથી ભરોસો ઉઠાડી મુકવાનું પહેલું પગથિયું ન બને એવું જ ઈચ્છવું રહ્યું. સુરતમાં જે બન્યું અને જેનાથી બન્યું તે તમામ સ્તરે અને તમામ માટે ઘાતક છે. 

 

રાજકારણમાં અલગ જ ઘટના
ગુજરાતના રાજકારણમાં અલગ જ ઘટના બની છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. લોકશાહી માટે અલગ છતા અયોગ્ય ઘટના કહી શકાય. સુરત લોકસભા બેઠક પહેલીવાર બિનહરીફ થઈ છે. બિનહરીફ બેઠક થવાની હોય તો ચૂંટણી શા માટે કરાવવાની? તંદુરસ્ત લોકશાહી માટે ચૂંટણી જ ન થાય તે કેટલું યોગ્ય? સુરત લોકસભા ઉપર ચૂંટણી થઈ જાય તો શું થઈ જવાનું હતું?

હવે શું સ્થિતિ બની?
સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. ચૂંટણી વગર જ ભાજપના મુકેશ દલાલ વિજેતા થયા છે. ગુજરાતમાં ભાજપ ચૂંટણી પહેલા જ એક બેઠક જીતી ગયું છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જ એક બેઠક હારી ગયું અને સુરત લોકસભા બેઠક ઉપર મતદાન નહીં થાય

આજનો ઘટનાક્રમ શું?
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત નહતું ખેંચ્યું. પ્યારેલાલ ભારતીના વડોદરાના નિવાસસ્થાને પોલીસ પણ પહોંચી હતી. બપોરના સમયે પ્યારેલાલ ભારતી સુરત પહોંચ્યા. આમ BSPના ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સત્તાવાર રીતે વિજેતા જાહેર થયા છે. કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટીફિકેટ આપ્યું છે.

સુરત અને રાજકીય ડ્રામાનો સંબંધ
વર્ષ 2000ની સુરત મહાપાલિકાની ચૂંટણી સમયે ભાજપમાં જૂથવાદ હતો. સુરત કોંગ્રેસની નબળી નેતાગીરી ભાજપના જૂથવાદનો ફાયદો ન ઉઠાવી શકી. ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસ ઉમેદવારો સુધી મેન્ડેટ પણ પહોંચ્યા નહીં. સુરત મહાપાલિકાની તત્કાલિન ચૂંટણીમાં કોંગ્રેસના 99માંથી 23 ફોર્મ રદ થયા હતાં. વર્ષ 2000ની ચૂંટણીમાં કોંગ્રેસને 25, ભાજપને 59, અપક્ષને 15 બેઠક મળી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકીય ડ્રામા થયો હતો. AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. AAP તરફથી એવું ટ્વીટ કરવામાં આવ્યું કે તેમનું અપહરણ થયું છે. કંચન જરીવાલા અચાનક જ કલેક્ટર કચેરીએ હાજર થયા હતા. કંચન જરીવાલાએ કહ્યું કે તેઓ રાજીખુશીથી ફોર્મ પરત ખેંચી રહ્યા છે. કંચન જરીવાલાએ એમ પણ કહ્યું કે તેમના ઉપર કોઈ દબાણ નહતું

વાંચવા જેવું: 35 મુમુક્ષુ, 5,29,87,003 રૂપિયાની ઉછામણી, 68 લાખનું વર્ષીદાન, 10 બાળકો સહિત 35 લોકોએ લીધી દીક્ષા

કઈ ચૂંટણીમાં કેટલા બિનહરીફ સાંસદ?  
1951- 5
1957- 5
1962- 3
1967- 5
1971- 1
1977- 2
1980- 1
1989- 1
2024- 1

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ