બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / surat builder sanjay surana income tax raid

દરોડા / સુરતમાં જમીનના ધંધા સાથે સંકળાયેલા ચાર પ્રતિષ્ઠિત ધંધાર્થીઓના ગ્રુપ પર ITની રેડ, બિલ્ડર સંજય સુરાના, યાર્ન મર્ચન્ટ પણ કુંડાળાંમાં

Vaidehi

Last Updated: 04:42 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં DDI વિંગ દ્વારા કેટલાક વેપારી અને બિલ્ડરોને ત્યાં મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં. સર્ચ ઓપરેશન દરમિયાન કરચોરીની મોટી રકમ મળી શકે તેવી સંભાવના છે.

  • ઇન્કમટેક્ષની DDI વિંગ દ્વારા સર્ચ ઓપરેશન
  • સુરતનાં પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં દરોડા
  • ચાર જેટલા ધંધાર્થીઓના સ્થળે દરોડા

સુરતમાં ઇન્કમટેક્ષની DDI વિંગ દ્વારા સર્ચ ઓપરેશન અંતર્ગત આજે શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં. સંજય સુરાના ગ્રુપ ઉપરાંત રીંગરોડના યાર્ન મર્ચન્ટને ત્યાં પણ વિંગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં જમીનના ધંધા સાથે જોડાયેલા જૂથોમાં ચાર જેટલાં ધંધાર્થીઓના સ્થળોમાં ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યાં.

વેપારી અને બિલ્ડરને ત્યાં દરોડા
ઇન્કમટેક્ષની DDI વિંગ દ્વારા બજાર ખુલતાની સાથે જ સુરત શહેરનાં વેપારી, બિલ્ડર આલમમાં દરોડા પાડવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર ઇન્કમટેક્ષનાં આ દરોડામાં મોટાપાયે કરચોરી મળે એવી શક્યતા છે. જમીન ધંધા સાથે સંકળાયેલા જૂથો દ્વારા કરચોરી કર્યા હોવાની ટીપ મળ્યાં બાદ વિંગ એક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. શક્ય છે કે આવનારા દિવસોમાં પણ વિંગ આ રીતે કાર્યરત રહે.
 
થોડા દિવસો પહેલાં પણ રાજ્યમાં પાડવામાં આવ્યાં હતાં દરોડા
થોડા દિવસો પહેલાં વડોદરાનાં વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલ વાયર તેમજ કેબલનું ઉત્પાદન કરતી જાણીતી બનેલી આર.આર.કેબલ ગ્રુપ પર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આઈટી વિભાગે સુરત, વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઈ સહિત 40 થી વધુ જગ્યાએ ઈન્કમટેક્ષ વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.     
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ