બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / સુરત / Surat Aam Aadmi Party split again, 2 more AAP corporators join BJP

રાજકીય ભંગાણ / ઝાડુવાળા કોર્પોરેટરોને ગમ્યું કમળ: સુરતમાં વધુ બેના કેસરિયા, કહ્યું AAPમાં તો કંપની જેવુ શાસન

Priyakant

Last Updated: 01:24 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP corporators join BJP: થોડાક દિવસો અગાઉ જ સુરતમાં હર્ષ સંઘવીના હસ્તે 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો

  • સુરત આમ આદમી પાર્ટીમાં ફરી ભંગાણ
  • AAPના વધુ 2 કોર્પોરટરો જોડાયા ભાજપમાં  
  • કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા
  • શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો

સુરતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ AAPના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ હવે વધુ 2 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા થોડાક દિવસો અગાઉ જ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જે બાદમાં આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, સુરતમાં AAPના 28માંથી 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. 

ડાયમંડ નગરી સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે. વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. 

શું કહ્યું સુરત શહેર ભાજપ પ્રમુખે ? 
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, PM મોદીની લોકપ્રિયતા વધી રહી હોઇ તેનાથી પ્રેરાઈને હવે સુરતમાં આપના કોર્પોરેટરો ભાજપમાં આવી રહ્યા છે. ભાજપની વિકાસની રાજનીતી મોદીની આગેવાની લોકપ્રિયતા વધી રહી છે. જેને લઈ આજે AAPમાંથી બંને કોર્પોરેટરો રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. 

શું કહ્યું ભાજપમાં જોડાયેલા AAPના કોર્પોરેટરે ? 
AAPમાંથી ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટર કનું ગેડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, AAPએ મને સસ્પેન્ડ કર્યો અને હું ભાજપમાં જોડાયો છું. મેં મારા મતદારો સાથે દ્રોહ કર્યો નથી. મતદારોએ મને જોઈને મત આપ્યા હતા, AAP ને જોઈને નહી. 

અગાઉ પણ આપનાં 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા હતા 
મહત્વનું છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર્સ દ્વારા પાર્ટી બદલવાનું કારણ રજૂ કરીને આક્ષેપો કર્યા હતા. બીજી તરફ ભાજપે કોઈ લોભ કે લાલાચ કોર્પોરેટર્સને ભાજપમાં જોડવા માટે આપવામાં આવી ના હોવાનું જણાવવામાં આવ્યું હતું. આપ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર્સનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ