બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Supreme Court verdict on Article 370 today: Jammu and Kashmir on high alert

Article 370 Verdict Today / આજે આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો: જમ્મુ-કાશ્મીર હાઇ એલર્ટ પર, VIP મૂવમેન્ટ નહીં, સોશ્યલ મીડિયા પર રહેશે બાજ નજર

Priyakant

Last Updated: 09:35 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Verdict Today Latest News: આજે ભારતની સૌથી મોટી અદાલત એ કલમ 370ને લગભગ ખત્મ કરી દેવાના ભારત સરકારના નિર્ણય પર પોતાનો ચુકાદો આપશે

  • કલમ 370 પર નિર્ણય પહેલા કાશ્મીર હાઈ એલર્ટ પર  
  • હાઈવે પર કોઈ વીઆઈપી મૂવમેન્ટ નહીં: સોશિયલ મીડિયા પર તંત્રની બાજનજર 
  • સુપ્રીમ કોર્ટ કલમ 370ને લગભગ ખત્મ કરી દેવાના નિર્ણય પર ચુકાદો આપશે

Article 370 Verdict Today : આજે ન માત્ર જમ્મુ કાશ્મીર કે ભારત પણ સમગ્ર વિશ્વની નજર સુપ્રીમ કોર્ટ તરફ હશે. વાત જાણે એમ છે કે, આજે ભારતની સૌથી મોટી અદાલત એ કલમ 370ને લગભગ ખત્મ કરી દેવાના ભારત સરકારના નિર્ણય પર પોતાનો ચુકાદો આપશે. જે બાદમાં એ પણ નક્કી કરવામાં આવશે કે શું કમલ 370ને પુન:સ્થાપિત કરી શકાય છે કે નહીં ? આ સ્થિતિમાં આવી જાણીએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ઘાટીમાં શું સ્થિતિ છે ?

સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ હાઈ એલર્ટ પર
આજે કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની VIP મૂવમેન્ટ પર પ્રતિબંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે નેશનલ હાઈવે પર કોઈ વીઆઈપી મૂવમેન્ટ નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. CrPC 144 હેઠળ, સાયબર પોલીસે સોશિયલ મીડિયાને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ પ્રકારની ભડકાઉ પોસ્ટ સામે સમયસર પગલાં લઈ શકાય.

સોશિયલ મીડિયા યુઝર્સને સલાહ 
શ્રીનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં તૈનાત તમામ ડેપ્યુટી મેજિસ્ટ્રેટને સરકાર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાઓમાં દરેક વિસ્તારમાં એક અધિકારી તૈનાત કરવામાં આવ્યો છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય. સોશિયલ મીડિયા યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને અફવાઓ, નકલી સમાચારો, દ્વેષપૂર્ણ ભાષણો શેર ન કરે. ઉપરાંત, જો તમને આવો કોઈ સંદેશ મળે, તો તેને અન્ય લોકો સાથે શેર કરવાને બદલે તરત જ સાયબર પોલીસ કાશ્મીરને જાણ કરો.

કોર્ટનો નિર્ણય ક્યારે આવશે?
જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. કોર્ટ નક્કી કરશે કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ સંસદમાં જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા છીનવીને પસાર કરવામાં આવેલા નિર્ણયની બંધારણીય માન્યતા શું છે.

5મી સપ્ટેમ્બરે જ સુનાવણી પૂર્ણ થઈ હતી
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય આપશે. બેન્ચના અન્ય ન્યાયાધીશોમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં 16 દિવસની સુનાવણી બાદ 5 સપ્ટેમ્બરે દલીલો પૂર્ણ થઈ હતી અને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ