બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Supreme Court stays Allahabad High Court's order appointing commissioner to survey mosque

મથુરા / અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઈને મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે આ કામ કરવા પર લગાવી રોક

Vishal Khamar

Last Updated: 11:45 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે. જેમાં શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો.

  • મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ
  • મસ્જિદનાં સર્વેક્ષણ માટે કમિશ્નરની નિમણૂંક કરવાનાં આદેશ પર રોક
  • અલ્હાબાદ હાઈકોર્ટે કમિશનરની નિમણૂંક કરવા આપ્યો હતો આદેશ

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મસ્જિદના સર્વેક્ષણ માટે કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને હિન્દુ પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહેશે. પરંતુ કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે લાદવામાં આવ્યો છે.

વધુ વાંચોઃ એક તીરથી ત્રણ નિશાન! શું માયાવતીના એલાનથી INDIA ગઠબંધનને પડશે મોટો ફટકો?

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષની દલીલો પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમને શું જોઈએ છે. આ ઉપરાંત ટ્રાન્સફરનો કેસ પણ આ કોર્ટમાં પેન્ડિંગ છે. તે અંગે પણ આપણે નિર્ણય લેવાનો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ