બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / supreme court slams delhi government over air pollution in delhi ncr

દિલ્હી / 6 વર્ષથી માત્ર વાતો, સમાધાન તો આવતું નથી... અમને પરિણામ જોઈએ...: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી લગાવી ફટકાર

Dinesh

Last Updated: 02:11 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court On Air Pollution: કોર્ટે કહ્યું કે, 10 નવેમ્બર દિલ્હીમાં વરસાદ પડ્યો છે, કદાચ ભગવાને લોકોની પ્રાર્થના સાંભળી છે, આ માટે સરકારનો આભાર માની શકાય તેમ નથી

  • દિલ્હીમાં હવા પ્રદૂષણને લઈ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી 
  • 'સત્ય એ છે કે લોકો ભગવાનના ભરોષે છે'


Supreme Court On Air Pollution: દિલ્હીમાં વધી રહેલા હવા પ્રદૂષણના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, તમે છેલ્લા 6 વર્ષથી સતત ચર્ચા કરી રહ્યા છો જ્યારે અમને સમસ્યાનું સમાધાન જોઈએ છે. કોર્ટે કહ્યું કે, દર વર્ષે સરકાર કોર્ટના હસ્તક્ષેપ પછી જ કંઈક કરતી જોવા મળે છે. અમે 6 વર્ષથી આ સમસ્યાની ચર્ચા કરીએ છીએ પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો  નથી.

રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર જજ સહિત 68 અધિકારીઓના પ્રમોશન અટકી પડ્યા, 8મેએ સુપ્રીમ  કોર્ટમાં સુનાવણી | 68 officers promotion stuck Including the judge who  convicted Rahul ...

ડાંગરને બદલે બીજા કોઈ પાકને પ્રોત્સાહન આપો
કોર્ટે વધુમાં કહ્યું કે, 10 નવેમ્બર દિલ્હીમાં વરસાદ પડ્યો છે. કદાચ ભગવાને લોકોની પ્રાર્થના સાંભળી છે, આ માટે સરકારનો આભાર માની શકાય તેમ નથી. પંજાબમાં પરાળ સળગાવવાની દલીલ સાંભળીને કોર્ટે કહ્યું કે, ડાંગરની ખેતીને કારણે પંજાબમાં ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટી રહ્યું છે. આપણે બીજું રણ જોવા નથી માંગતા. ત્યાં ડાંગરને બદલે બીજા કોઈ પાકને પ્રોત્સાહિત કરવું ખૂબ જ જરૂરી બન્યું છે.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક લેવલે: લોકોને પડી રહી છે શ્વાસ  લેવામાં તકલીફ, AQI નોંધાયો 346 | Air pollution reaches dangerous levels in  Delhi: People are having ...

'તમારો બોજ કોર્ટ પર નાખવા માંગો છો'
ઓડ-ઇવન કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, અમે પૂછ્યું હતું કે શું કેટલાક સમય માટે અન્ય રાજ્યોમાંથી આવતી ટેક્સીઓ પર પ્રતિબંધ હોઈ શકે છે? તમે કહી રહ્યા છો કે તમે ટેક્સીઓ માટે પણ ઓડ-ઇવન લાગુ કરવા માંગો છો. આ માટે અમારા ઓર્ડરની શું જરૂર છે? તમે તમારો બોજ કોર્ટ પર નાખવા માંગો છો.

'સરકાર કંઈ કરતી નથી'
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વાહનોથી પ્રદૂષણ 17 ટકા છે. તમારા આયોજનની નોર્મલ અસર પડે છે. જો તેમ કંઈ કરવા માંગો છો કરો. જેથી આવતીકાલે સુપ્રિમ કોર્ટના આદેશથી પ્રદુષણ ઘટતું નથી તેવું ન કહો. સત્ય એ છે કે લોકો ભગવાનના ભરોષે છે. ક્યારેક પવન તેમને મદદ કરે છે તો ક્યારેક વરસાદ મદદ કરે છે પરંતુ સરકાર કંઈ કરતી નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે, અમને જણાવો કે આપણે પરાળ સળગાવવા માટે કોને જવાબદાર ઠેરવવું જોઈએ? પરાળ સળગાવવાનું બંધ કરવું ખૂબ જ જરૂરી છે. આ દિશામાં કામ કરવું જોઈએ. પાકની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવવું જોઈએ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ