બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / supreme court hearing on hate speech warning for himachal and uttarakhand

હેટ સ્પિચ / BJP શાસિત આ બે રાજ્યોનો સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો, કડક શબ્દોમાં આપી દીધી ચેતવણી

Pravin

Last Updated: 03:46 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે મંગળવારે હેટ સ્પિચ મામલે સુનાવણી કરતા હિમાચલ પ્રદેશ પર આકરી પ્રતિક્રિયા આપી છે અને ઉત્તરાખંડને પણ ચેતવણી આપી છે.

  • બીજેપી શાસિત બે રાજ્યોને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ચેતવણી
  • ધર્મ સંસદમાં આપેલા ભડકાઉ ભાષણ પર લેવાઈ એક્શન
  • અત્યાર સુધી શું કર્યું તેને લઈને રિપોર્ટ આપવો પડશે

 

સુપ્રીમ કોર્ટે મંગળવારે હેટ સ્પિચ મામલે સુનાવણી કરતા હિમાચલ પ્રદેશ પર આકરી પ્રતિક્રિયા આપી છે અને ઉત્તરાખંડને પણ ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉત્તરાખંડના રુડકીમાં એક ધાર્મિક સંમેલનમાં મુસલમાનોને ટાર્ગટ કરવા માટે વિશિષ્ટ ધૃણા ઉત્સવમાં વિકસિત ન થવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉત્તરાખંડની સરકાર આ વાતનું ધ્યાન રાખે કારણ કે, આ મહિનાની શરૂઆતમાં જ આયોજનથી પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યું હતું, જેના પર અમે સવાલ ઉઠાવ્યા હતા. 

ધર્મ સંસદમાં કોઈ અપ્રિય નિવેદન આપવામાં નહીં આવે

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાજ્યના ટોપના બ્યૂરોક્રેટ્સને પણ ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો અભદ્ર ભાષાને રોકી નથી શકતા તો, ઉત્તરાખંડના મુખ્ય સચિવને જવાબદાર ઠેરવવામાં આવશે. અમે મુખ્ય સચિવને કોર્ટમાં હાજર કરીશું. રાજ્યના ટોપના બ્યૂરોક્રેટ્સને રેકોર્ડ રાખવા માટે કહેવામા આવ્યું છે. કહ્યું છે કે, ધર્મ સંસદમાં કોઈ અપ્રિય નિવેદન આપી શકશે નહીં.

ભાજપ સરકારે તાત્કાલિક કાર્યવાહી કેમ ન કરી

બુધવારે થનારા કાર્યક્રમ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અભદ્ર ભાષાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશનું પાલન થાય. અભદ્ર ભાષા રોકવા માટે જરૂરી તમામ પગલા ઉઠાવવામાં આવે.

એક અલગ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં એક કાર્યક્રમ પર હિમાચલ પ્રદેશ સરકારને આકરા શબ્દોમાં કહ્યું હતું કે, જેમણે મુસલમાનો વિરુદ્ધ નફરત ભરેલા ભાષણોની મિજબાની કરી અને હિન્દુઓને હિન્દુનો સહારો લેવા આહ્વાન કર્યું હતું. કોર્ટે ભાજપ પ્રશાસનનું પૂછ્યું કે, તેમણે આગ લગાવનારા વિરુદ્ધ તાત્કાલિક કોઈ કાર્યવાહી કેમ ન કરી. 

9 મેના રોજ થશે આગામી સુનાવણી

9 મે 2022ના રોજ ફરીથી સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારને 7 મે સુધીમાં એફિડેવિટ જમા કરાવા અને અમને બતાવવું જોઈએ કે આવી ઘટના રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા. ન્યાયાધીશોએ કહ્યું કે, આ ઘટનાઓ અચાનક નથી થતી. તે રાતોરાત નથી થતી. તે પહેલાથી ઘોષિત હોય છે. આપે તુરંક કાર્યવાહી કેમ ન કરી ? સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો પહેલાથી આપેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ