બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Superstars were at home during Corona Kartik Aaryan took 20 crores to work for 10 days

ના હોય! / કોરોના કાળમાં ઘરે બેઠા હતા સુપરસ્ટાર્સ, કાર્તિક આર્યને 10 દિવસ કામ કરવાના લીધા 20 કરોડ

Arohi

Last Updated: 05:10 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન આજે ઈન્ડસ્ટ્રીના સક્સેસફુલ એક્ટર છે અને તે પોતાની ફિલ્મોથી ફેંસને ફૂલ એન્ટરટેઈન કરી રહ્યો છે. હાલમાં જ તેના એક ઈન્ટરવ્યૂ વખતે તેણે પોતાની ફીને લઈને વાત કરી હતી અને જણાવ્યું કે કોરોના કાળમાં 10 દિવસની શૂટિંગના તેને કેટલા રૂપિયા મળતા હતા.

  • બોલિવુડના સક્સેસફૂલ એક્ટર છે કાર્તિક 
  • કોરોનાકાળમાં સુપરસ્ટાર્સ કરતા પણ વધુ પૈસા કમાયા 
  • 10 દિવસ શુટિંગ કરવાના કાર્તિકે લીધા 20 કરોડ 

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રાઈઝિંગ સુપરસ્ટાર છે. એક્ટર પોતાના પરફોર્મન્સથી ફેંસનું દિલ જીતી રહ્યો છે અને એક પછી એક પોતાની ફિલ્મો દ્વારા સફળતાની સીડી ચઢી રહ્યો છે. કાર્તિક માટે વર્ષ 2022 પણ ખૂબ જ ખાસ રહ્યું. આ વાતને લઈને પણ ખૂબ જ ચર્ચા આવે છે કે કાર્તિક આર્યન પોતાની ફીસ વધારી રહ્યો છે. હવે એક્ટરે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે OTT પર રિલીઝ ફિલ્મ ધમાકા માટે તેને કેટલી ફીસ મળી હતી. 

શો અદાલતમાં કર્યો હતો ખુલાસો 
કાર્તિક આર્યન હાલમાં જ રજત શર્માના પોપ્યુલર શો આપ કી અદાલતમાં આવ્યો હતો. તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી. એક્ટર પાસેથી તેની ફી વિશે પુછવામાં આવ્યું હતું. પહેલા તો કાર્તિકે આ સવાલને મજાકમાં લીધો પરંતુ ત્યાર બાદ તેણે તેનો જવાબ આપ્યો. એવી ખબર આવી હતી કે કોરોનાકાળમાં તેણે ફિલ્મ ધમાકા માટે મોટી ફી માંગી હતી. હવે એક્ટરે વિસ્તારથી તેવા વિશે વાત કરી છે. 

કાર્તિકે કબુલી ફીની વાત 
તેને પુછલામાં આવ્યું હતું કે તેણે પોતાની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામા માટે સવા લાખ રૂપિયા લીધા હતા અને હવે તે ફિલ્મો માટે 20 કરોડ રૂપિયા માંગી રહ્યા છે. તેના પર કાર્તિકે કહ્યું- સર આ કોરોનાના ટાઈમ પર કર્યું હતું. પરંતુ હું આ રીતે મારી ફિ ડિસ્કર કરી શું છું? મને નથી ખબર. પણ હાં તે એક ફિલ્મ ધમાકા એવી બની જેનું શૂટ 10 દિવસનું હતું. તે મારી ફી હતી. મેં 10 દિવસમાં શું 20 દિવસમાં મારા પ્રોડ્યુસર્સના પૈસા ડબલ કરી દઉ છું. તો આટલું તો બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ