બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / sunil gavaskar statement on sarfaraz khan snub team india squad for wi series

ક્રિકેટ / '...તો રણજી ટ્રોફી રમવી બંધ કરી દેવી જોઇએ', ટીમ ઇન્ડિયામાંથી આ પ્લેયરને બહાર રખાતા ભડક્યાં સુનીલ ગાવસ્કર

Arohi

Last Updated: 08:56 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunil Gavaskar On Sarfaraz Khan: વેસ્ટઈન્ડીઝના વિરૂદ્ધ ટેસ્ટ અને વન ડે સીરિઝ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. યુવા બેટ્સમેન સરફરાઝ ખાનનને એક વખત ફરીથી ટેસ્ટ ટીમમાં જગ્યા નથી મળી શકી. સરફરાઝને ટીમમાં ન શામેલ કરવા પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો ગુસ્સો સાતમાં આસમાને છે.

  • વેસ્ટઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની જાહેરત 
  • સરફરાઝ ખાનને ફરી ન મળી ટીમ ઈન્ડિયામાં જગ્યા 
  • પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો ગુસ્સો સાતમાં આસમાને

વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે સીરિઝ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ આલોચનાઓનો સામનો કરી રહેલા રોહિત શર્માને જ ફરીથી કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં જ અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવની ટીમમાંથી છૂટ્ટી કરી દેવામાં આવી છે. 

સરફરાઝ ખાનને ફરી નિરાશા 
ખાસ વાત એ છે કે યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડને પહેલી વખત ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. જોકે ઘરેલુ ક્રિકેટમાં રનનો વરસાદ કરનાર સરફરાજ ખાનને નિરાશા હાથ લાગી છે. સરફરાઝને ટીમમાં જગ્યા ન મળવા પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો ગુસ્સો સાતમા આસમાને છે. ગાવસ્કરે આ મામલામાં બીસીસીઆઈની સિલેક્ટર સમિતિનો ક્લાસ લઈ લીધો છે. 

શું કહ્યું ગાવસ્કરે? 
ગાવસ્કરે જણાવ્યું, "સરફરાઝને જણાવવું જોઈએ કે તેના પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નહીં તો રણજી ટ્રોફી રમવાનું બંધ કરી દે. સ્પષ્ટ કહી દે કે તેનો કોઈ ફાયદો નથી. તમે ફક્ત આઈપીએલ રમો છો અને વિચારો છો કે તમે રેડ બોલ ક્રિકેટ માટે પણ સારા છો."

સરફરાજ ખાનની એવરેજ લગભગ 80ની 
25 વર્ષના સરફરાઝ ખાનને અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3505 રન બનાવ્યા છે. જેમાં 13 સેન્ચુરી અને 9 હાફ સેન્ચુરી છે. સરફરાઝ ખાન ઉચ્ચતમ સ્કોર અણનમ 301 અને સરેરાશ લગભગ 90ની છે. આ શાનદાર રેકોર્ડ છતાં સરફરાઝને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ન કરવો થોડું આશ્ચર્યજનક છે. જો ઋતુરાજ ગાયકવાડને વનડે અને ટી-20 પરફોર્મન્સના આધાર પર ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે. તો સરફરાઝ ખાનને પણ તેમના ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શનના આધાર પર તક મળી શકે છે. 

સીનિયર ખેલાડીઓને લઈને આપ્યું આ નિવેદન 
સુનીલ ગાવસ્કરનું માનવું હતું કે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા સીનિયર ખેલાડીઓને થોડો વધારે બ્રેક મળવો જોઈતો હતો. ગાવસ્કર કહે છે, "તેમને 20, 25 જુલાઈ સુધી રજા આપવી જોઈ હતી. હવે જાહેરત રીતે આ ટીમ 1 કે 2 જુલાઈથી વોર્મઅપ મેચો માટે ઉતરવાની છે. તો તેમને કેટલા દિવસનો અવકાશ મળે છે? મુશ્કેલથી 20 દિવસ? તેમને 40 દિવસનો બ્રેક શા માટે ન આપવામાં આવ્યો. જેથી તે એક નવા સીઝનમાં પરત આવે તો એકદમ ફ્રેસ થઈને પરત ફરે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ