બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / sunil gavaskar says about india pakistan cricket series shoaib akhtar

ક્રિકેટ / કપિલ દેવ બાદ હવે ભારત-પાક મેચના આયોજન પર ગાવસ્કરે આપ્યો અખ્તરને જોરદાર જવાબ

Noor

Last Updated: 06:47 PM, 14 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે તાજેતરમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં તેણે કોરોના વાયરસ મહામારી સામે લડવા ફંડ એકઠું કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

  • કોરોના સંકટ ફંડ એકઠું કરવા શોએબ અખ્તરે મૂક્યો હતો પ્રસાતવ
  • કપિલ દેવને આ શોએબનો પ્રસ્તાવ ગમ્યો નહીં
  • હવે સુનિલ ગાવસ્કરે આપ્યો આ જબરદસ્ત જવાબ

શોએબ અખ્તરે ખાલી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની વાત કહી હતી. જે બાદથી આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો અને ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો સામસામે આવી ગયા છે. હાલમાં જ ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે શોએબ અખ્તરના પ્રસ્તાવને નકારી તેને આડે હાથ લીધો હતો, જે બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કપિલ દેવ પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણી અંગે પૂર્વ મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, લાહોરમાં બરફ વર્ષા થઈ શકે છે પરંતુ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી નહીં. સુનિલ ગાવસ્કરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાના યુટ્યૂબ ચેનલ પર વાત કરી છે. જ્યારે રમીઝ રાજાએ સુનિલ ગાવસ્કરને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણી વિશે પૂછ્યું ત્યારે ગાવસ્કરે હાસ્ય સાથે જવાબ આપ્યો. સુનિલ ગાવસ્કરે કહ્યું, લાહોરમાં બરફવર્ષા થઈ શકે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી શક્ય જ નથી. 

તમને જણાવી દઈએ કે વર્ષ 2008થી ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. ત્યારે પાકિસ્તાને છેલ્લે 2012માં વનડે અને ટી 20 શ્રેણી માટે ભારતની મુલાકાત લીધી હતી. આ બંને દેશોએ છેલ્લા 8 વર્ષથી એકબીજા સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની ટીમો ફક્ત એશિયા કપ, વર્લ્ડ કપ અથવા કોઈ અન્ય આઇસીસી ટૂર્નામેન્ટમાં જ ભાગ લઈ શકે છે, પરંતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની સંભવ નથી.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ શોએબ અખ્તરે કહ્યું હતું કે, આ સંકટના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની શ્રેણીનો પ્રસ્તાવ રાખું છું. આ શ્રેણીનું પરિણામ જે પણ આવે, બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓને દુઃખ નહીં થાય. ત્યારબાદ કપિલ દેવે શોએબ અખ્તરને આડે હાથ લેતા કહ્યું કે, અમને પૈસાની જરૂર નથી અને ક્રિકેટ મેચ માટે ક્રિકેટરોનો જીવ જોખમમાં ન નાખી શકાય. જે બાદ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીએ પણ શોએબ અખ્તરનું સમર્થન કર્યું અને કપિલ દેવ પર નિશાન સાધ્યું. 

આફ્રિદીએ કહ્યું કે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ અને આઈપીએલના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાની ટિપ્પણીથી તેમને આશ્ચર્ય થયો છે, જેમણે અખ્તરના પ્રસ્તાવને નકારી દીધો. આફ્રિદીએ કહ્યું, 'આખી દુનિયા કોરોનો વાયરસ સામે લડી રહી છે. આ દુશ્મનને હરાવવા માટે આપણા ક્ષેત્રમાં એકતાની જરૂર છે. આફ્રિદીએ કહ્યું કે, હરભજન સિંહ અને યુવરાજસિંહે તેમની ચેરિટીને સમર્થન આપ્યા પછી જે પ્રકારની 'નકારાત્મક ટિપ્પણીઓ કરી' તે પણ તેમના માટે આશ્ચર્યજનક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ