બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sukanya samriddhi scheme will give 70 lakhs rupees on maturity with tax free

તમારા કામનું / વાહ! આ સરકારી સ્કીમમાં મળશે 70 લાખ રૂપિયા, જાણો કઇરીતે, TAX ભરવામાં પણ નહીં પડે કોઈ ઝંઝટ!

Manisha Jogi

Last Updated: 12:05 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે એક સરકારી સ્કીમ શરૂ કરી છે. ઈન્કમટેક્સ ધારા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. આ સ્કીમના વ્યાજ પર ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.

  • દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્કીમ
  • આ સ્કીમમાં રોકાણ કરવાતી 70 લાખ રૂપિયા મળશે
  • બિલ્કુલ ટેક્સ ફ્રી હોય છે આ ઈન્કમ

કેન્દ્ર સરકારે દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે એક સરકારી સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં 70 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે તથા ટેક્સ છૂટનો પણ લાભ મળી શકે છે. આ એક સ્મોલ સેવિંગ સ્કીમમાં જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીના ક્વાર્ટર માટે 8.2 ટકા વ્યાજદર આપવામાં આવે છે. આ સ્કીમમાં દર વર્ષે 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. ઈન્કમટેક્સ ધારા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. આ સ્કીમના વ્યાજ પર ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. 

આ એકાઉન્ટ કોણ ખોલાવી શકે છે?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે ભારતીય નિવાસી અને એક દીકરીના માતા-પિતા હોવું જરૂરી છે. 10 વર્ષની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકે છે. દીકરી 10 વર્ષની થાય ત્યાં સુધીમાં આ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજનામાં મહત્તમ 2 દીકરીઓ માટે એકાઉન્ટ ખોલાવી શક છો. જો તમારે જુડવા દીકરીઓ હોય તો ત્રણ સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલાવી શકો છો. 

એકાઉન્ટ મેચ્યોરિટી
કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર 8.2 ટકા નક્કી કર્યો છે. આ સ્કીમ હેઠળ તમામ ક્વાર્ટરમાં વ્યાજ અપડેટ થાય છે. આ સ્કીમમાં 15 વર્ષ સુધી પૈસા જમા કરવાના રહે છે. 21 વર્ષે આ એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. દીકરી 18 વર્ષની થાય તે પછી અડધી રકમનો ઉપાડ કરી શકાય છે. 

વધુ વાંચો: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા એલર્ટ! જો-જો આવી ભૂલ કરતા, નહીંતર...! RBIએ આપી ચેતવણી

70 લાખ રૂપિયા કેવી રીતે મળી શકે?
આ યોજના હેઠળ તમામ ક્વાર્ટરમાં વ્યાજદર રિવાઈઝ કરવામાં આવે છે. આ યોજના શરૂથઈ ત્યારથી અત્યાર સુધીમાં મહત્તમ વ્યાજદર 9.2 ટકા અને ન્યૂનતમ વ્યાજદર 7.6 ટકા રહ્યો છે. દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી 8 ટકા વ્યાજ મળે તો, 15 વર્ષ સુધી આ સ્કીમમાં દર વર્ષે 1.5 લાખનું રોકાણ કરવાથી તમને 70 લાખ રૂપિયા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ