બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Suddenly a big stone came from the mountain, in a second the car got crushed, 2 died

નાગાલેન્ડ / હૃદયના ધબકારા વધારી દે તેવો વીડિયો: પહાડ પરથી અચાનક જ મોટો પથ્થર આવ્યો, એક સેકન્ડમાં તો કારનું કચુંબર થઈ ગયું, 2ના મોત

Priyakant

Last Updated: 11:20 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nagaland Landslide Video News: જે કાર પર પથ્થર પડ્યો હતો તેમાં બે લોકોના કરુણ મોત, આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ, ભૂસ્ખલનનો દર્દનાક અને ચોંકાવનારો વિડીયો સામે આવ્યો

  • નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મોટી દુર્ઘટના
  • ભૂસ્ખલનનો દર્દનાક અને ચોંકાવનારો વિડીયો સામે આવ્યો
  • ભૂસ્ખલનના કારણે કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ, 2 લોકોના મોત 

નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મંગળવારે (4 જુલાઈ) ના રોજ ભૂસ્ખલનનો દર્દનાક અને ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, ભૂસ્ખલનના કારણે પર્વત પરથી પડેલા વિશાળ ખડક દ્વારા રસ્તા પર પાર્ક કરેલી કાર લગભગ સંપૂર્ણપણે કચડી ગઈ હતી. નજીકમાં પાર્ક કરેલી અન્ય એક કાર પણ તેની લપેટમાં આવી ગઈ હતી. આંખના પલકારામાં સામે ઉભેલી બીજી કારને મોટા પથ્થરથી કચડી નાખવામાં આવી હોવાનો વિડીયો હાલ સામે આવ્યો છે. 

નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે ભૂસ્ખલનની ઘટનામાં જે કાર પર પહેલા પથ્થર પડ્યો હતો તેમાં બે લોકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો પાંચ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો હેરાન કરી દેનારો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર પોલીસે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ શું કહ્યું ? 
આ ભયાનક ઘટના રોડ પર પાછળ ઉભેલા અન્ય વાહનના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, આજે સાંજે લગભગ 5 વાગ્યે દીમાપુર અને કોહિમા વચ્ચે નેશનલ હાઈવે પર ખડકો પડતાં ગંભીર નુકસાન થયું હતું, જેમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સ્થળ હંમેશા 'પકાલા પહાડ' તરીકે ઓળખાય છે જે ભૂસ્ખલન અને ખડકોના પડવા માટે જાણીતું છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને કરશે આર્થિક મદદ 
અન્ય એક ટ્વિટમાં મુખ્ય પ્રધાન રિયોએ કહ્યું કે, રાજ્ય સરકાર કટોકટી સેવાઓ પ્રદાન કરવા માટે તમામ પગલાં લઈ રહી છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઘાયલોને જરૂરી તબીબી સહાય અને મદદ પૂરી પાડવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર હાઈવે પર જ્યાં પણ જોખમી સ્થળો છે ત્યાં સુરક્ષા માળખામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી પ્રયાસો ચાલુ રાખશે.

નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં: CM
મુખ્ય પ્રધાન રિયોએ કહ્યું કે, તે રાજ્યના નાગરિકોના જીવન અને સલામતી સાથે સંબંધિત છે, તેથી સંબંધિત એજન્સીએ જરૂરી સુરક્ષા માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડશે. તેમણે કહ્યું કે, દેશમાં ટેકનોલોજીની પ્રગતિ અને ભારત સરકાર પાસે ઉપલબ્ધ સંસાધનો સાથે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ