બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Successful organization of Junior Clerk Examination will boost the morale of students and administration

મહામંથન / જુનિયર ક્લાર્ક પરીક્ષાનું સફળ આયોજન વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્રનું મનોબળ વધારશે?, તલાટીની પરીક્ષા માટે કોલેજની આનાકાની કેમ

Vishal Khamar

Last Updated: 09:04 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરીક્ષાર્થીઓની સાથે-સાથે આ પરીક્ષા પંચાયત સેવા પસંદગી બોર્ડની પણ કસોટી સમાન જ હતી. આજે થયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન આગામી પરીક્ષાઓ માટે રોડમેપ બને તે અત્યંત જરૂરી છે. તેવું લાગી રહ્યું છે.

ચોખ્ખી દાનત અને દ્રઢ આત્મવિશ્વાસ તમને તમારા કામમાં કેવી સફળતા અપાવે છે તેનું ઉદાહરણ આજની જુનિયર ક્લાર્કની પરીક્ષાના સફળ આયોજન ઉપરથી જાણવા મળ્યું એમ કહીએ તો અતિશયોક્તિ નથી. કેટલાય સમયથી રાજ્યમાં પેપરલીકની ઘટનાઓ વારંવાર બની, ઘણાં સમયથી એવો માહોલ બન્યો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો હતો. આવા સમયે નિર્વિવાદ રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું સફળ આયોજન પરીક્ષાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરનારુ સાબિત થયું. 
પરીક્ષાર્થીઓની સાથે-સાથે આ પરીક્ષા પંચાયત સેવા પસંદગી બોર્ડની પણ કસોટી સમાન જ હતી. આજે થયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન આગામી પરીક્ષાઓ માટે રોડમેપ બને તે અત્યંત જરૂરી છે, હવે તલાટીની પરીક્ષા પણ નજીક જ છે, આગામી દિવસોમાં રાજ્ય સરકારની અન્ય પરીક્ષાઓ પણ આવશે ત્યારે સવાલ એ છે કે આ પ્રકારના સફળ આયોજનથી વહીવટીતંત્રનું મનોબળ કેટલું વધશે, વિદ્યાર્થીઓનો વિશ્વાસ કેટલી હદે વધશે. આગામી દિવસોમાં તલાટી સહિતની ભરતી પરીક્ષાઓ માટે સરકાર નવેસરથી પોતાનો રોડમેપ બનાવશે?

  • પેપરલીકની ઘટનાઓની વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ
  • વાદ-વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ
  • વિદ્યાર્થીઓની સાથે વહીવટીતંત્રની પણ કસોટી હતી
  • શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ એ રાહતની વાત હતી
  • GPSSBના કાર્યકારી અધ્યક્ષ ડૉ.હસમુખ પટેલ અને તેની ટીમ સતત ખડેપગે હતી

વાદ-વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ
પેપરલીકની ઘટનાઓની વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ. વાદ-વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ. વિદ્યાર્થીઓની સાથે વહીવટીતંત્રની પણ કસોટી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ એ રાહતની વાત હતી. GPSSBના કાર્યકારી અધ્યક્ષ ડૉ.હસમુખ પટેલ અને તેની ટીમ સતત ખડેપગે હતી. પરીક્ષાના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું સફળ આયોજન આગામી પરીક્ષાઓ માટે પણ ઉદાહરણરૂપ બનશે. હવે તલાટી સહિત અન્ય પરીક્ષાઓમાં પણ નક્કર રોડમેપ બનાવી શકાય છે. આ પરીક્ષાનું સફળ આયોજન વિદ્યાર્થીની સાથે વહીવટીતંત્રનો પણ ઉત્સાહ વધારશે. પેપરલીકની ઘટનાઓથી હતાશ વિદ્યાર્થીઓ પણ હવે ઉત્સાહિત બનશે.

  • 3 હજારથી વધુ કેન્દ્ર, 32 હજારથી વધુ ઓરડા
  • 32 જિલ્લામાં 500થી વધુ સ્કવૉડ
  • દરેક પરીક્ષાખંડમાં CCTV કેમેરા
  • બોડીવોર્ન કેમેરાથી સતત રેકોર્ડિંગ
  • ડમી ઉમેદવારોને આસાનીથી પકડી શકાય તેવી વ્યવસ્થા
  • પરીક્ષા દરમિયાન વીડિયોગ્રાફી પણ થઈ
  • ST વિભાગે વધારાની બસ દોડાવી

આવી હતી વહીવટીતંત્રની તૈયારી
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 3 હજારથી વધુ કેન્દ્ર, 32 હજારથી વધુ ઓરડા તેમજ 32 જિલ્લામાં 500થી વધુ સ્કવૉડ. દરેક પરીક્ષાખંડમાં CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરાથી સતત રેકોર્ડિંગ, ડમી ઉમેદવારોને આસાનીથી પકડી શકાય તેવી વ્યવસ્થા. તેમજ પરીક્ષા દરમિયાન વીડિયોગ્રાફી પણ થઈ. ત્યારે ST વિભાગે વધારાની બસ દોડાવી. તેમજ પરીક્ષાર્થીઓને પોલીસકર્મી પણ મદદરૂપ બન્યા. જે પરીક્ષાર્થી અટવાયા તેને પોલીસે PCR વાનથી કેન્દ્ર પર પહોંચાડ્યા. રીક્ષા ભાડું વધુ ન વસૂલાય તે માટે પણ તંત્રએ બેઠકો યોજી હતી. અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે જાતે આગળ આવી.

  • પેપર એકંદરે લાંબુ લાગ્યું
  • વિદ્યાર્થીઓનો મત હતો કે એક કલાકમાં પેપર પૂર્ણ ન થઈ શકે
  • પેપરને જોતા વિદ્યાર્થીઓને લાગ્યું કે બે કલાક જેટલો સમય જોઈએ
  • પેપર બહુ સહેલું નહીં અને બહુ અઘરુ નહીં એ પ્રકારનું હતું
  • વિદ્યાર્થીઓને સવાલ સમજવામાં થોડી તકલીફ પડી
  • વિદ્યાર્થીઓને ઈતિહાસને લગતા પ્રશ્નો અઘરા લાગ્યા
  • અંગ્રેજી અને ગણિત વિષયના પ્રશ્ન સમજવામાં તકલીફ પડી

વિદ્યાર્થીઓને પેપર કેવું લાગ્યું?
જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં પેપર બાબતે પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર એકંદરે લાંબુ લાગ્યું. વિદ્યાર્થીઓનો મત હતો કે એક કલાકમાં પેપર પૂર્ણ ન થઈ શકે. પેપરને જોતા વિદ્યાર્થીઓને લાગ્યું કે બે કલાક જેટલો સમય જોઈએ. પેપર બહુ સહેલું નહીં અને બહુ અઘરુ નહીં એ પ્રકારનું હતું. વિદ્યાર્થીઓને સવાલ સમજવામાં થોડી તકલીફ પડી. વિદ્યાર્થીઓને ઈતિહાસને લગતા પ્રશ્નો અઘરા લાગ્યા. અંગ્રેજી અને ગણિત વિષયના પ્રશ્ન સમજવામાં તકલીફ પડી. પ્રશ્નને સમજવામાં વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડી. ગણિત અને અંગ્રેજી વિષયના પ્રશ્નો અઘરા લાગ્યા તેમજ વિધાનવાક્યો હોવાથી પણ પ્રશ્નો લાંબા લાગ્યા.

  • જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓમાં પણ અદમ્ય ઉત્સાહ હતો
  • બનાસકાંઠાની એક મહિલા દોઢ વર્ષની બાળકી સાથે પરીક્ષા આપવા આવી
  • રાજકોટની મહિલા બે બાળકોને સાથે લઈને પરીક્ષા આપવા આવી

મહેનત કરી છે, એટલે પરીક્ષા તો આપીશું જઃપરીક્ષાર્થી
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓમાં પણ અદમ્ય ઉત્સાહ હતો. બનાસકાંઠાની એક મહિલા દોઢ વર્ષની બાળકી સાથે પરીક્ષા આપવા આવી. રાજકોટની મહિલા બે બાળકોને સાથે લઈને પરીક્ષા આપવા આવી. બસમાં જગ્યા ન મળતા ભાવનગરનું દંપતી બાઈક ઉપર જ અમદાવાદ પહોંચ્યું. ગાંધીનગરથી એક મહિલા ઉમેદવાર 3 વર્ષની દિકરી સાથે વડોદરા આવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ