બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / study benefits of drinking low amount of alcohol and speaking second language fluently

આવું થાય છે એમને / દારુ પીધા બાદ લોકો કેમ બોલવા લાગે છે અંગ્રેજી? સ્ટડીમાં ખુલ્યું સિક્રેટ, જાણવા જેવી માહિતી

Hiralal

Last Updated: 06:25 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિવરપૂલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો સ્ટડીમાં રહસ્ય ખુલ્યું છે કે લોકો દારુ પીધા બાદ કેમ અંગ્રેજી બોલવા લાગે છે.

  • દારુ પીધા બાદ ભાષા સાથેની મૂંઝવણ થઈ જાય છે દૂર
  • બીજી ભાષા સારી રીતે રહે છે યાદ
  • એટલે લોકો અંગ્રેજી બોલી શકે છે
  • લિવરપૂલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો સ્ટડી 

દારૂ પીધા બાદ ઘણીવાર લોકો એવી અજીબ રીતે વર્તન કરવા લાગે છે કે લોકોને નવાઈ લાગતી હોય છે. ઘણીવાર દારૂ પીવાથી લોકો મનની ભડાશ બહાર કાઢે છે તો કેટલાક વધુ લાગણીશીલ બની જાય છે, કેટલાક ટેન્શન મુક્ત થઈ જાય છે તો બીજા કેટલાક અસ્ખલિત રીતે અંગ્રેજી બોલવાનું પણ શરૂ કરી દે છે. 

દારુ પીધો નથીને ભાષાની મૂંઝવણ દૂર થઈ નથી 
એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે દારૂ પીધા બાદ લોકોને ભાષા સાથે જોડાયેલી ગભરામણ ઓછી થઇ જાય છે અને તેઓ સરળતાથી બીજી ભાષા બોલી શકે છે. કેટલાક અભ્યાસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે દારૂ પીધા બાદ વ્યક્તિની સામાજિક ચિંતા ઓછી થઇ જાય છે.

બે ભાષાનું જ્ઞાન ધરાવતા લોકો થોડો દારૂ પીધા બાદ બીજી ભાષા સારી રીતે બોલી શકે છે 
લિવરપૂલ યુનિવર્સિટી અને કિંગ્સ કોલેજ લંડનમાં બીજી ભાષા અને આલ્કોહોલ કનેક્શન્સ પર પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. બે ભાષાનું જ્ઞાન ધરાવતા લોકો થોડો દારૂ પીધા પછી બીજી ભાષા બોલવા માટે વધુ સારી રીતે સક્ષમ બને છે તેવું બહાર આવ્યું હતું. અભ્યાસમાં 50 લોકોએ ભાગ લીધો હતો. રસપ્રદ વાત એ હતી કે આ લોકોને પીવા માટે શું આપવામાં આવી રહ્યું છે તે પણ જણાવવામાં આવ્યું ન હતું. સાથે જ જજને એ પણ ખબર નહોતી કે કોણે દારૂ પીધો છે અને કોણે નથી કર્યો. પરિણામો દર્શાવે છે કે જેમણે થોડો આલ્કોહોલ પીધો છે તેમને બીજી ભાષા બોલવામાં વધુ સારી રેટિંગ્સ મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ