બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Students with four-year undergraduate degree can directly pursue Ph.D programmes

શૈક્ષણિક / PHD કરવા માગતા યુવાનો માટે UGCએ કર્યું મોટું એલાન, આપી ખાસ છૂટ, સાંભળીને ખુશ જશો

Hiralal

Last Updated: 07:00 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને PHD કરવા ઈચ્છુક યુવાનોને એક મોટી રાહત આપી છે.

  • પીએચડી કરવા માગતા યુવાનો માટે ગૂડ ન્યૂઝ
  • 4 વર્ષનો ગ્રેજ્યુએટ કોર્ષ કરનાર સીધા કરી શકશે PHD
  • માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશનની જરુર નહીં પડે 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC) PHDનો સમયગાળો ઘટાડીને વિદ્યાર્થીઓને એક મોટો લાભ આપ્યો છે. અત્યાર સુધી ગ્રેજ્યુએટ અને ત્યાર બાદ માસ્ટર ડિગ્રીના કોર્ષ બાદ જ પીએચડી કરી શકાતી હતી પરંતુ આજે યુજીસી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં એવું જણાવાયું છે કે હવેથી ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરનાર પણ સીધા પીએચડી કરી શકશે એટલે પીએચડી માટે માસ્ટર ડિગ્રીના કોર્ષની જરુર નહીં રહે. 

UGC અધ્યક્ષ જગદેશ કુમારે આપ્યું નિવેદન 
UGC અધ્યક્ષ જગદેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા પીએચડી કરી શકશે. જ્યાં સુધી '4 વર્ષનો કાર્યક્રમ' સંપૂર્ણપણે લાગુ નહીં થાય ત્યાં સુધી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ બંધ કરવામાં આવશે નહીં. યુજીસી લાંબા સમયથી અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે નવા અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્ક પર કામ કરી રહ્યું છે. 

વિદ્યાર્થીઓને પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે
યુજીસી મારફતે બહાર પાડવામાં આવેલ નવો અભ્યાસક્રમ NEP 2020 પર આધારિત છે. આ અંતર્ગત નિયમોમાં રાહત રહેશે અને વિદ્યાર્થીઓને પણ પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ ચાર વર્ષ અંડરગ્રેજ્યુએટ કર્યા બાદ હવે પીએચડી કરી શકશે. તેમને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ લેવાની જરૂર રહેશે નહીં.જે વિદ્યાર્થીઓ એક કે બે સેમેસ્ટર પૂર્ણ કર્યું હોય તેમને પસંદ કરેલા વિષયમાં પ્રમાણપત્ર મળશે. જ્યારે વિદ્યાર્થીઓને બે વર્ષ કે ચાર સેમેસ્ટર કર્યા બાદ ડિપ્લોમા મળશે. સાથે જ બેચલર ડિગ્રી ત્રણ વર્ષ કે 6 સેમેસ્ટર બાદ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીને ચાર વર્ષ કે આઠ સેમેસ્ટર પૂર્ણ થવા પર ઓનર્સ ડિગ્રી આપવામાં આવશે. ચોથા વર્ષ પછી, જે વિદ્યાર્થીઓએ પ્રથમ 6 સેમેસ્ટરમાં 75 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ રિસર્ચ વર્ક પસંદ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ