બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Student leader Yuvraj Sinh Jadeja made serious allegations
Malay
Last Updated: 03:03 PM, 17 April 2023
ADVERTISEMENT
ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ડમી કાંડ મામલે ભાવનગરમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી સસ્પેન્ડ કરાયો છે. તો પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કાયો છે. ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ DEO કિશોર મૈયાણીએ કાર્યવાહી કરી છે. આ વચ્ચે ફરી એકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યા છે.
ADVERTISEMENT
છેલ્લા 12 વર્ષથી ચાલતું હતું આ કૌભાંડ: યુવરાજસિંહ જાડેજા
યુવરાજસિંહ જાડેજાએ વીડિયો જાહેર કરને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યારે પકડાયું છે, આ ડમીકાંડમાં ઘુસેલા 70 કરતા પણ વધારે વ્યક્તિઓ છે, તો 36 લોકોની જ કેમ માહિતી બહાર આવી? તો હું એવું માની લઉં કે તમે પૈસા ખાધા છે. છેલ્લા 12 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું, કોઈ ભરતી બાકી નથી રાખી.
'યુવરાજસિંહે પૈસા ખાધા તે સાબિત કરવા આખી સિસ્ટમ લગાવી દીધી'
તેમણે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષમાં કેટલાય નેતા બદલાયા, કેટલાય મંત્રીઓ બદલાયા, કેટલાય મુખ્યમંત્રીઓ બદલાયા તો શું મારે એવું માની લેવાનું કે આ બધાએ પૈસા ખાધા હશે અને આ પ્રકરણ દબાવી રાખ્યું હશે. છેલ્લા આટલા વર્ષોથી આ લોકોએ વ્યવસ્થાની પથારી ફેરવી નાખી છે. ડમી કાંડ વ્યાપમ કરતા પણ મોટું કોંભાડ છે. એ કોઈને નથી દેખાતું, એની કોઈ ગંભીરતા નથી. પરંતુ હદ તો એ છે યાર કે આ લોકો એ સાબિત કરવા માટે પૂરી સિસ્ટમને લગાવી દીધી છે કે યુવરાજસિંહે પૈસા ખાધા છે, યુવરાજસિંહે નામ છુપાવ્યું છે.
મારા અમુક સવાલો... pic.twitter.com/uGSuDzqM5I
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 17, 2023
કૌભાંડીઓને હું છોડીશ નહીંઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે જણાવ્યું કે, મારી પાસેથી પણ આ માહિતી કરતા પણ મોટી માહિતી છે અને ભયાનક સ્કેમની માહિતી છે, હું એના પર કામ કરી રહ્યો છું. તેની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યો છું. સમય આવશે ત્યારે હું તેને જગજાહેર કરીશ. હું ડંકાની ચોટ પર કહું છું કે મેં કોઈ પૈસા લીધા નથી, કદાચ મને જેલમાં પણ નાખી દો હું તેને સાબિત કરી બતાવીશ. અંતે સત્યની જ જીત થશે. કૌભાંડીઓને પડકાર ફેકુ છું, તમને હું છોડીશ નહીં. સત્ય સામે લાવીને જ રહીશ.
'મોટું કૌભાંડ બહાર લાવીશ'
હું અત્યારે ઘણા મોટા કૌભાંડને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. NIOS અને ચિલ્ડ્રન યુનિમાં પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. વન વિભાગની પરીક્ષામાં પણ મોટું કૌભાંડ થયું છે. વન વિભાગમાં અન્યએ પરીક્ષા આપી અને નોકરી બીજી વ્યક્તિ કરે છે. અન્ય ભરતીના કૌભાંડ પણ બહાર લાવી રહ્યો છું. જો તમે પૈસા ન લીધા હોય તો આ બધાને પકડી પાડો. હું એક-એક વ્યક્તિને સામે લાવીશ. સમય આવે સાબિતી પણ આપીશ.
બિપિન ત્રિવેદીએ લાગાવ્યા હતા આરોપ
મહત્વમુ છે કે બિપિન ત્રિવેદીનો બે દિવસ અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.
વીડિયોમાં યુવરાજસિંહ પર લગાવ્યા હતા આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'
ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.