બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Strong craze to watch India-Pak match: Special arrangements made in cafes, gardens and societies to watch the match

અનેરો ઉત્સાહ / ભારત-પાક મેચ જોવાનો જોરદાર ક્રેઝ: કેફે, ગાર્ડનથી લઈ સોસાયટીઓમાં મેચ જોવા કરાઇ ખાસ વ્યવસ્થાઓ

Vishal Khamar

Last Updated: 06:49 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રંગેચંગે રમાઈ રહી છે. ત્યારે તેનો ઉત્સાહ દરેક ભારતીયોના દીલમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે મેચને લઈ અમદાવાદ પોલીસ કંટ્રોલ ડીસીપીએ એક વીડિયો શેર કર્યો હતો.

  • ભારત-પાકિસ્તાન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ
  • અમદાવાદ પોલીસે દર્શકો માટે જાહેર કર્યો વીડિયો
  • વડોદરામાં પણ ક્રિકેટ રસીકો માટે લગાવી મોટી સ્ક્રીન

પોલીસ તમામ પ્રકારે સુરક્ષા માટે તૈનાત છે -DCP 
અમદાવાદ પોલીસ દ્વારા લોકોને અપીલ કરતો વીડિયો શેર કર્યો હતો. જેમાં ટ્રાફિક ડીસીપી કોમલ વ્યાસ દ્વારા ભારત-પાકિસ્તાન મેચને લઈ દર્શકોને અપીલ કરી હતી કે, શાંતિ પૂર્ણ માહોલમાં મેચનો આનંદ માણો તેમજ પોલીસ તમામ પ્રકારે સુરક્ષા માટે તૈનાત છે. તેમજ કોઈ પણ પ્રકારની અફવાઓ પર દર્શકો ધ્યાન ન આપો.

સયાજીબાગમાં મેચ જોવા માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી
ભારત-પાકિસ્તાન મેચને લઈને વડોદરામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજીબાગમાં મેચ જોવા માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. સહેલાણીઓ સહિત શહેરીજનાં નાગરિકો ભારત-પાક વચ્ચેની મેચ જોવા ઉમટ્યા હતા. ભારત-પાકિસ્તાનની મેચને લઈ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

યુવતીઓએ બનાવ્યા અલગ પ્રકારના ટેટુ
ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરતમાં યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. વર્લ્ડ કપ, તિરંગો અને આઈ લવ ઈન્ડિયાનાં ટેટુ યુવતીઓ બનાવી રહી છે. એક તરફ નવરાત્રીનો ક્રેઝ બીજી તરફ મેચને લઈ યુવતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવતીઓએ અલગ અલગ પ્રકારનાં ટેટુ પણ બનાવ્યા છે. 

મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે ઉમટ્યા
ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં ગુરૂકુળ વિસ્તારમાં સ્ક્રીન લગાવાઈ છે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટ્યા છે. તડકો હોવા છતાં લોકોમાં મેચ જોવાનો ઉત્સાહ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ