બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Stop Shopping...: Tu Tu Me Me Between Shah Rukh and Wife Gauri Khan! VIDEO viral in social media

બોલિવુડ / બંધ કરો શોપિંગ...: શાહરૂખ અને પત્ની ગૌરી ખાન વચ્ચે તું તું મે મે! VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

Megha

Last Updated: 10:51 AM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થયેલ આ વીડિયોમાં શાહરૂખ ખાન ગૌરી સાથે તેની તેની સ્પીલ પેટર્નને લઈને ફોન પર ઝઘડતો જોવા મળે છે અને કિંગ ખાન સાથે તેનો મિત્ર કરણ જોહર પણ હાજર છે

  • કિંગ ખાનનો પત્ની ગૌરી સાથેનો એક વીડિયો હાલ સામે આવ્યો 
  • શાહરુખ તેની પત્ની ગૌરી સાથે ફોન પર ઝઘડતો જોવા મળ્યો 
  • શા માટે પત્ની સાથે થયો ઝઘડો? 

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનનો દરેક અંદાજ તેના ફેન્સને પસંદ આવે છે. આ દિવસોમાં પઠાણની જબરદસ્ત કમાણીથી ટ્રેન્ડ કરી રહેલા કિંગ ખાનનો એક ફની વીડિયો હાલ સામે આવ્યો છે. જણાવી દઈએ કે આ જુનો વિડીયો છે અને એ વિડીયોમાં તે તેની પ્રિય પત્ની ગૌરી ખાન સાથે ફોન પર ઝઘડતો જોવા મળે છે. જો કે શાહરુખના ચાહકોએ વધારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એ વિડીયોમાં શાહરૂખ તેની પત્ની સાથે દલીલ જરૂર કરી રહ્યો છે પણ સિરિયસ વાત નથી. વિડીયોમાં દેખાતી એ કોઈ બંનેની આ મજાક ઘણી પ્રમાળ છે.

શા માટે પત્ની સાથે થયો ઝઘડો? 
હાલ વાયરલ થયેલ આ વીડિયોમાં શાહરૂખ ખાન ગૌરી સાથે તેની તેની સ્પીલ પેટર્નને લઈને ફોન પર ઝઘડતો જોવા મળે છે. જણાવી દઈએ કે કિંગ ખાન સાથે તેનો મિત્ર કરણ જોહર પણ હાજર છે અને બંને વચ્ચેના આ ઝઘડાને ઉકેલવાને બદલે કરણ તેને વધુ હવા આપે છે. જણાવી દઈએ કે ફોન પર પત્ની ગૌરી ખાન સાથે વાત કરતી વખતે શાહરૂખ ખાન કહે છે – યાર ગૌરી તું આ વાત છોડી દે તો તારા માટે જ સારું છે, તું મને આટલા વર્ષોથી ઓળખો છો, છતાં પણ તમે મારી સ્લીપ પેટર્ન વિશે વાત કરવી છે, તું  આરામ કર હું 44 વર્ષનો છું. હું આટલું તો હેન્ડલ કરી જ શકું છું.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SRK VIBE (@srkvibe2.0)

શાહરુખ અને ગૌરી વચ્ચે અઢળક પ્રેમ 
આ વાત પર ગૌરી ખાને ફોન પર કેવી પ્રતિક્રિયા આપી રહી હતી તેનો વિડીયો તો નથી પણ ચાહકોને બંનેની આ ક્યૂટ નોકજોક ખૂબ જ પસંદ આવી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે શાહરૂખ ખાનનું સેન્સ ઓફ હ્યુમર ઘણું સારું છે અને ફેન્સ એમના એટલે પણ ઘણા દિવાના છે. જણાવી દઈએ કે શાહરૂખ અને ગૌરી છેલ્લા 32 વર્ષથી સાથે છે. તેમની જોડી એકબીજા માટે બનેલી હોય તેવું લાગે છે. કિંગ ખાન અને તેની પત્નીની કેમેસ્ટ્રી ઘણી દમદાર છે. આ લગ્નથી શાહરૂખ અને ગૌરીને 3 બાળકો છે. આર્યન, સુહાના અને અબરામ. શાહરૂખ ભલે ગમે તેટલો વ્યસ્ત હોય, તે પોતાના પરિવારને સમય આપવાનું ક્યારેય ભૂલતો નથી.

પઠાણથી ફરી બોક્સ ઓફિસ કિંગ બન્યા શાહરૂખ ખાન 
વર્કફ્રન્ટની વાત કરીએ તો 4 વર્ષ બાદ શાહરૂખ ખાને ફિલ્મ પઠાણથી કમબેક કર્યું છે. શાહરુખની બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થતી હતી અને પીટાયેલી ફિલ્મોની હાલત જોઈને કિંગ ખાને બ્રેક લીધો હતો અને પોતાને સમય આપ્યોહાલ શાહરૂખ ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સાથે જ છેલ્લા 16 દિવસથી થિયેટરોમાં માત્ર પઠાણનો દબદબો છે. આ ફિલ્મ બહુ જલ્દી દુનિયાભરમાં 1000 કરોડનું કલેક્શન કરવા જઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ