બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Stock Market IPO News IPO Alert Bajaj Housing Finance IPO Investors Investments

શેરબજાર / IPO માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લાવશે આઈપીઓ

Bhavesh Bhatti

Last Updated: 06:58 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIની સૂચના બાદ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપની IPO લાવવા જઈ રહી છે. સપ્ટેમ્બર 2025 સુધી આ IPO આવી શકે છે. તેના માટે કંપનીએ પ્રયાસો શરૂ પણ કરી દીધા છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના IPOનું કદ લગભગ એક અબજ ડોલર હોઈ શકે છે. કંપની તેની માર્કેટ વેલ્યુ 10 બિલિયન ડોલર સુધી લઈ જવા માંગે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચનાને કારણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ IPO લાવવાની જઈ રહી હોવાની ચર્ચા છે. જો બધું જ કંપનીની યોજના પ્રમાણે રહ્યુ, તો IPO વર્ષ 2025ના સપ્ટેમ્બરમાં શેરબજારમાં આવી શકે છે.

કંપનીના એસેટ અંડર મેનેજમેન્ટ 31 વધીને 85929 કરોડ રૂપિયા પર પહોંચ્યા

31 ડિસેમ્બર 2023 સુધી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના એસેટ અંડર મેનેજમેન્ટ 31 વધીને 85929 કરોડ રૂપિયા પર પહોંચી ગયા હતા. આ કંપનીએ વર્ષની 44% વૃદ્ધી સાથે રૂપિયા 10727 કરોડની લોન આપી હતી. જેથી આ કંપનીની વ્યાજની ઈન્કમ 17% વધીને 645 કરોડે પહોંચી હતી. કુલ ઈન્કમ 17% વધીને રૂપિયા 746 કરોડે પહોંચી ગઈ હતી.

વધુ વાંચો: શેર માર્કેટનો સૌથી મોટો નિયમ આજથી લાગુ, ચોંકશો નહીં, થશે ગજબનો ફાયદો!

કંપની રિયલ એસ્ટેટ ડેવલપર્સને લોનનું કરે છે વિતરણ

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ રિયલ એસ્ટેટ ડેવલપર્સને લોનનું વિતરણ કરે છે. તે રહેણાંક અને વ્યાપારી મિલકતો બંને પર લોન આપે છે. આ ઉપરાંત તે ડેવલોપર્સ અને હાઈ નેટવર્થ વ્યક્તિઓને લીઝ ભાડામાં છૂટ પણ આપે છે. આ સિવાય કંપની બિઝનેસ અને વ્યક્તિગત જરૂરિયાતો માટે પ્રોપર્ટી સામે લોન પણ આપે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ