બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Steve Smith creates history by winning the Indore Test, becoming the second captain to do so on Indian soil in 13 years

ક્રિકેટ / ઈન્દોર ટેસ્ટ જીતીને સ્ટીવ સ્મિથે સર્જ્યો ઈતિહાસ, 13 વર્ષમાં ભારતીય ધરા પર આ કારનામું કરનાર બન્યો બીજો કેપ્ટન

Megha

Last Updated: 02:09 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મિથ 2018 બાદ પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આશરે પાંચ વર્ષ પહેલા સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં બોલ ટેમ્પરિંગનો દોષી સાબિત થયો હતો. ત્યારબાદ સ્મિથને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો.

  • ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતને 9 વિકેટથી હરાવ્યું
  • સ્મિથે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકની બરાબરી કરી 
  • વિશ્વના માત્ર બે કેપ્ટન જ ભારતમાં 2 ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યા 

Steve Smith Test Captaincy Record: સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતને 9 વિકેટથી હરાવ્યું છે. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ સીરીઝમાં વાપસી કરવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ત્રીજી ટેસ્ટ મેચમાં જીત મેળવવા માટે સ્મિથની કેપ્ટનશીપ જવાબદાર રહી હતી. આ મુકાબલમાં જીત બાદ તે ભારતમાં એક ખાસ ઉપલબ્ધિ મેળવી છે. વર્ષ 2010 બાદ જોવામાં આવે તો તે દુનિયાનો બીજો કેપ્ટન છે જેણે ભારતમાં 2 ટેસ્ટ મેચ જીતી છે. આ મામલે સ્મિથે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકની બરાબરી કરી છે.

કુકે 2012માં 2 ટેસ્ટ મેચ જીતી 
છેલ્લા 13 વર્ષમાં જોવામાં આવે તો વિશ્વના માત્ર બે કેપ્ટન જ ભારતની ધરતી પર 2 ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યા છે.   વર્ષ 2012માં એલેસ્ટર કુકની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ રમવા માટે ભારતના પ્રવાસે આવી હતી. આ સીરીઝમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને મુંબઈ અને કોલકાતા ટેસ્ટમાં હરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ પૂણે ટેસ્ટમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું. તેની કેપ્ટનશીપમાં ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું.   આ રીતે આશરે 11 વર્ષ બાદ સ્મિથ ભારતની ધરતી પર એલિસ્ટર કુકના રેકોર્ડની બરાબરી કરવામાં સફળ રહ્યો હતો.

ભારત 2-1થી આગળ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રને હરાવ્યું હતું. જ્યારે દિલ્હી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. સીરીઝમાં 0-2થી પાછળ રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ દબાવમાં હતી. આ સ્થિતિમાં પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ રંગ લાવી. તેણે ઈન્દોર ટેસ્ટમાં ટીમનું ખૂબ જ સારુ નેતૃત્વ કરતા શાનદાર જીત અપાવી હતી.

સ્મિથ 2018 બાદ પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આશરે પાંચ વર્ષ પહેલા સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં બોલ ટેમ્પરિંગનો દોષી સાબિત થયો હતો. ત્યારબાદ સ્મિથને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયાનો સફળ કેપ્ટન છે. તેણે અત્યાર સુધીમાં 37 ટેસ્ટમાં કાંગારૂ ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાં 21 ટેસ્ટ જીતી છે અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન 6 ટેસ્ટ ડ્રો રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ