બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ss rajamouli dream project to make mahabharat in 10 parts

બિગ પ્રોજેક્ટ / હવે મહાભારત પર SS રાજામૌલી બનાવશે ફિલ્મ! 10 પાર્ટ્સમાં થશે રિલીઝ, કહ્યું 'મારું સપનું...'

Bijal Vyas

Last Updated: 01:01 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SS Rajamouli Films:તાજેતરમાં રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. રાજામૌલી ઇચ્છે છે કે તે મહાભારત પર ફિલ્મ બનાવે..!

  • રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી
  • મહાભારત 10 ભાગની ફિલ્મ બનશે
  • લાંબા સમયથી ટીવી શો મહાભારતના 266 એપિસોડને ફિલ્મમાં બદલવાનું સપનું જોઈ રહ્યા છે

SS Rajamouli Mahabharat Movie: બાહુબલી અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવ્યા પછી એસએસ રાજામૌલી હવે એવું કંઈક કરવા જઈ રહ્યા છે જેને જોઈને દુનિયાભરના ફિલ્મના ચાહકો આશ્ચર્યચકિત થઈ જશે. રાઇટર અને ડાયરેક્ટર તરીકે રાજામૌલી એક એવી ફિલ્મ દુનિયાને આપવા ઈચ્છે છે જે ઇતિહાસ સર્જી શકે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને મહાભારત પર ફિલ્મ બનાવવા માંગે છે જેને તે 10 પાર્ટમાં રજૂ કરવા ઈચ્છે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

મહાભારત પર ફિલ્મ બનાવશે એસએસ રાજમૌલી
એસએસ રાજામૌલી તેમના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત વિશે વાત કરી ચૂક્યા છે. એસએસ રાજામૌલીએ આરઆરઆરના પ્રમોશન દરમિયાન જણાવ્યુ હતું કે, તેઓ મૂળ મહાભારતને પોતાની શૈલીમાં ટ્વિસ્ટ આપશે અને સ્ક્રિપ્ટ લખ્યા પછી જ ફિલ્મમાં કાસ્ટ કરશે. આ વખતે એસએસ રાજામૌલીએ એક ઈવેન્ટમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે કે, હાલમાં દેશમાં મહાભારતની તમામ આવૃત્તિઓ વાંચવામાં તેમને લગભગ એક વર્ષ લાગશે.

10 ભાગમાં બનશે મહાભારત? 
એસએસ રાજામૌલીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, જો તેઓ મહાભારત બનાવવાની વાત કરે છે તો ભારતમાં તેના તમામ વર્ઝન વાંચવામાં એક વર્ષ લાગશે. અત્યારે તે માની શકે છે કે તે 10 ભાગની ફિલ્મ હશે. રાજામૌલી લાંબા સમયથી ટીવી શો મહાભારતના 266 એપિસોડને ફિલ્મમાં બદલવાનું સપનું જોઈ રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

ક્યારે કરશે ડ્રીમ પ્રોજેક્ટ પર કામ?
આ કાર્યક્રમમાં જ્યારે એસએસ રાજામૌલીને પૂછવામાં આવ્યું કે, શું મહાભારત ટૂંક સમયમાં તેમના આયોજનમાં છે. આ સવાલ પર રાજામૌલીએ કહ્યું, આ જ તેમના જીવનનો હેતુ છે. રાજામૌલીએ એમ પણ કહ્યું- તે જે પણ ફિલ્મ બનાવે છે, તેમાંથી તે કંઇક શીખે છે, તે મહાભારત બનાવવા માટે કંઈક શીખી રહ્યા છે, તેથી તે તેનું સપનું છે અને દરેક પગલું તેની તરફ જ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ