બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / SRH owner Kavya Maran fell unconscious on the field after losing the match

IPL 2023 / VIDEO : મેચ હારતાં મેદાનમાં બેભાન બનીને ઢળી પડી SRHની માલિક કાવ્યા મારન, પહેલી વિકેટ પર વાઈલ્ડ સેલિબ્રેશન

Vishal Khamar

Last Updated: 11:36 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાયલ મેયર્સની વિકેટ પડતાની સાથે જ કાવ્યા મારન તેના સ્થાને કૂદી પડી હતી. તેણે ઉછળ કૂદ કરીને મેયર્સની વિકેટની ઉજવણી કરી. તેમનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હતો.

  • IPL 2023ની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને ખરાબ રીતે હરાવ્યું
  • હૈદરાબાદની ફ્રેન્ચાઈઝીની સીઈઓ કાવ્યા મારન હારથી દુઃખી થઈ ગઈ
  • મારનના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

સનરાઇઝર્સ હૈદરાબાદ લખનૌમાં જીતનું ખાતું પણ ખોલી શક્યું ન હતું.. IPL 2023ની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને ખરાબ રીતે હરાવ્યું હતું. હૈદરાબાદનું દિલ ફરી એકવાર તૂટી ગયું છે.  ટીમની સાથે ફ્રેન્ચાઈઝીની સીઈઓ કાવ્યા મારન પણ આ હારથી દુઃખી થઈ ગઈ હતી. જો કે, આ મેચમાં મારનને પણ એકવાર ઉજવણી કરવાનો મોકો મળ્યો અને જ્યારે તેને આ તક મળી ત્યારે તેણે જોરદાર ઉજવણી કરી.

મારનના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી ત્યારે તેણીએ છલાંગ લગાવી હતી. લખનૌને પહેલો ફટકો કાઈલ મેયર્સનાં રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. 5મી ઓવરના ત્રીજા બોલમાં ફઝલક ફારૂકી મેયર્સને મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો અને આ વિકેટ પડતાની સાથે જ કાવ્યાનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો.

દીપક હુડ્ડા આઉટ થતા હૈદરાબાદને જીતની આશા જાગી
મારન તેની જગ્યાએ કૂદી પડી. અને  જોર જોરથી બુમો પાડવા લાગી. છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર દીપક હુડ્ડા પણ આઉટ થતાં તેની ખુશી બેવડાઈ ગઈ. ભુવનેશ્વર કુમારે તેના જ બોલ પર તેનો કેચ પકડ્યો હતો. આ વિકેટ બાદ હૈદરાબાદની જીતની આશા જાગી હતી.

પંડ્યાએ મારનની ખુશીને લાંબો સમય ટકી રહેવા દીધી ન હતી

જોકે, કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ મારનની ખુશીને લાંબો સમય ટકી રહેવા દીધી ન હતી. રાહુલે 35 અને પંડ્યાએ 34 રન બનાવી લખનૌને માત્ર 24 બોલમાં 5 વિકેટે જીત અપાવી હતી. લખનૌની આ બીજી જીત છે. જ્યારે હૈદરાબાદ તેની બીજી મેચ પણ હારી ગયું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ