બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / specially-abled woman rides wheelchair to deliver food

બોધપાઠ / VIDEO : અડગ મનના માનવીને હિમાલય પણ ન નડે ! વિકલાંગ મહિલા વ્હીલચેર પર નીકળી ફૂડ ડિલિવરી કરવા

Hiralal

Last Updated: 04:23 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા એટલે જાતજાતના વીડિયોનો ખજાનો. અહીં લોકોની અનેક સારી-નરસી હકીકતો પ્રગટ થતી રહે છે. આવો એક પ્રેરણાદાયી વીડિયો વાયરલ થયો છે.

  • દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે વીડિયો શેર કર્યો
  • વિકલાંગ મહિલા વ્હીલચેરમાં બેસીને ફૂડ ડિલવરી કરતી જોવા મળી
  • વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની હિંમતને બિરદાવી

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને સાર્થક કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આળસું લોકોને પ્રેરણા આપતા આ વીડિયોમાં એક વિકલાંગ મહિલા વ્હીલચેર પર બેસીને ફૂડ ડિલિવરી કરવા જઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. 

સ્વાતી માલીવાલે શેર કરેલો વીડિયો વાયરલ થયો 
દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે વ્હીલચેર પર બેસીને ફૂડ ડિલિવરી કરવા જઈ રહેલી એક દિવ્યાંગ મહિલાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા વ્હીલચેર બાઇક ચલાવી રહી છે, જેના પર ફૂડ ડિલિવરી કંપની સ્વિગીની બેગ રાખવામાં આવી છે અને મહિલાએ સ્વિગીની ટી-શર્ટ પણ પહેરી છે.

મહિલાને ભાવનાને લોકોની સલામ 
વીડિયો જોઈને લાગે છે કે, મહિલા ફૂડ ડિલિવરી એજન્ટ છે અને સ્વિગી માટે કામ કરે છે. તે ફૂડની ડિલિવરી કરવા જઈ રહી હતી.  લોકો વિકલાંગ મહિલાની આ ભાવનાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેની ભાવનાને સલામ પણ કરી રહ્યા છે. જ્યાં લોકો દરેક રીતે ફિટ હોય છે અને કામ ન મળવાના કારણે રડે છે, તેમણે આ મહિલા પાસેથી શીખવું જ જોઇએ.

આ વીડિયો આળસુ લોકો માટે બોધપાઠ

જિંદગીમાં કશું પણ કર્યા વગર માત્ર ટાઈમ પાસ કરતા લોકો માટે આ વીડિયો એક બોધપાઠ સમાન છે અને આપણામાં કોઈ પણ કામ કરવાનું સાહસ હોય તો હિમાલય પણ નડતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ