બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Special mission' of 5 terrorists arrested in UP-Bengal These two big work, shocking revelation of ATS

કાર્યવાહી / 15 ઓગસ્ટ પહેલા પાક.નો પર્દાફાશ, આતંકીઓનો પ્લાન જાણીને હોશ ઉડી જશે, જાણો UP પોલીસનો દાવો

Hiralal

Last Updated: 06:11 PM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના લખનઉમાં 2 આતંકીઓની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ 3 આતંકીને ઝડપી પાડવામાં આવ્યાં છે.આતંકીઓ ભાજપના નેતાઓને નિશાન બનાવાના હોવાનો ખુલાસો થયો છે.

  • યુપી-બંગાળમાં 5 આતંકીની ધરપકડ
  • લખનઉમાં ઝડપાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક, બોંબ જપ્ત
  • કોલકાતામાં 2 આતંકીની ધરપકડ
  • આતંકીઓ ભાજપના ટોચના નેતાઓને નિશાન બનાવવાના હતા
  • મોટાપાયે બોંબ વિસ્ફોટ અને ભાજપના નેતાઓની હત્યાનું હતું ષડયંત્ર 

કોલકાતાની સ્પેશિયલ ટાસ્ફ ફોર્સે રવિવારે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સાથે જોડાયેલા 3 સંદિગ્ધોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર બન્ને રાજ્યોમાં આતંકીઓના નિશાન પર ભાજપના કેટલાક નેતાઓ હતા. 

15 ઓગસ્ટ પહેલા મોટાપાયે વિસ્ફોટ કરવાના હતા-યુપી એડીજી પ્રશાંત કુમાર 

યુપીના લો એન્ડ ઓર્ડર એડીજી પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઝડપાયેલા આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો કે આતંકવાદીઓ પાકિસ્તાનના પેશાવરથી હેન્ડલ કરાઈ રહ્યાં હતા. આતંકીઓ 15 ઓગસ્ટ પહેલા વિસ્ફોટ કરવાના હતા. ઘણા શહેરોમાં બ્લાસ્ટ કરવાની યોજના હતા. 

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશનમાં વિસ્ફોટક પદાર્થ અને એક પિસ્તોલ મળી છે. મળી આવેલ આઈઈડીને નિષ્ક્રીય કરી દેવાયો છે. યુપી એટીએસ હાલમાં બન્નેની પૂછપરછ કરી રહી છે. 

લખનઉમાં 2 આતંકી ઝડપાયા, મોટી માત્રામાં વિસ્ફોટક અને બોંબ મળ્યો 
યુપીની રાજધાની લખનઉમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને એક પ્રેસર કૂકર બોંબ સાથે 2 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. એટીએસનો દાવો છે કે અલકાયદાના આતંકીઓ લખનઉ અને યુપીના બીજા વિસ્તારોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. ભાજપના ઘણા નેતાઓ તેમના નિશાન પર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

ઘરમાંથી મળ્યો પ્રેશર કુકર બોમ્બ 

આતંકીઓ પાસેથી પ્રેશર કુકર તેમજ બોમ્બ પણ મળી આવ્યા છે. આ શંકાસસ્પદ આંતકીઓ કોઈ મોટી પ્લાનીંગ કરી રહ્યા હતા. પરંતુ તે કઈ પણ કરે તે પહેલાજ તેઓ ઝડપાઈ ગયા છે. આતંકીઓ ઝડપાયા હોવાની માહિતી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. તેઓ જ્યા રહેતા હતા ત્યા આસપાસના ઘરોને ખાલી કરીને પુરા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

2 થી 3 દિવસમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા 

ઝડપાયેલા આતંકીઓ પૈકી એક આતંકી નું નામ શાહિદ હોવાનું સામે આવ્યું છે. જે ઘરમાં રેડ કરવામાં આવી છે તે ઘર શાહિદનુંજ છે અને તે ત્યા તેના પરિવાર સાથે રહે છે. તેમજ તે ગેરેજ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. બંને આતંકીઓ બે થી 3 દિવસમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા તેવી માહિતી સામે આવી છે. 

બાતમીને આધારે થઈ ધરપકડ 

એટીએસને બાતમી મળી હતી કે કાકરી વિસ્તારના દુબગ્ગા ચાર રસ્તા પાસે આવેલ એક ઘરમાં આંતકીઓ સૂઈ રહ્યા છે. માહિતી મળતાજ પોલીસ અને એટીએસ સ્થળ પર પહોચી, જ્યાથી તેમને પ્રેશર કુકર બોમ્બ મળી આવ્યો. જેથી એટીએસની ટીમે બંને શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા. 

આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ઉઠી 

ઉલ્લેખનીય છે કે આ શંકાસ્પદ આંતકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. પરંતુ એટીએસની ટીમે સમયસર આતંકીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ આતંકીઓ ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાથેજ પુરા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ