બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Special conversation of Viramgam BJP candidate Hardik Patel with VTV

ગુજ'રાજ'2022 / ભાજપમાં ટિકિટની ફાળવણીની ચૂંટણીના પરિણામમાં કેવી અસર થશે? VTVના ચક્રવ્યૂહમાં હાર્દિક પટેલે આપ્યો જવાબ

Malay

Last Updated: 07:11 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે VTV ન્યૂઝે ખાસ વાતચીત કરી. જેમાં હાર્દિક પટેલને કેટલાક સવાલો પણ પૂછવામાં આવ્યા.

 

  • વિરમગામ બેઠક પર ભાજપે હાર્દિક પર મૂક્યો વિશ્વાસ
  • કોંગ્રેસે લાખા ભરવાડ અને AAPએ કુંવરજી ઠાકોરને આપી છે ટિકિટ
  • આ વખતે ભાજપને મળશે રેકોડ બ્રેક સીટોઃ હાર્દિક પટેલ

ગુજરાતની ચૂંટણીમાં એકબીજાને પછાડવા તમામ પાર્ટીઓએ જોર લગાવી દીધું છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક વિશે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ વિરમગામ બેઠક પર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના સિપાઈ' અને પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ગયેલા હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસે લાખા ભરવાડને ફરી રિપીટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ વિરમગામથી કુંવરજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 

VTV ન્યૂઝે હાર્દિક પટેલ સાથે કરી વાતચીત
ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ સાથે VTV ન્યૂઝે સીધી વાતચીત કરી હતી. જેમાં હાર્દિક પટેલને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. 

વિરમગામમાંથી ચૂંટાશો તો એવા ક્યા કામકાજ છે જે તમારે સૌથી પહેલા કરવાના છે? 
આ સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, સૌથી પહેલી પ્રાથમિકતા છે કે વિરમગામ જિલ્લો બને. વિરમગામ જિલ્લો બનશે તો હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવશે, આ પૈસાથી વિરમગામનો વિકાસ થાય. સાથે જ નળકાંઠાના 13 ગામને પાણી મળી રહે એવી વ્યવસ્થા પણ સૌથી પહેલા કરવાની છે. આ ઉપરાંત વિરમગામમાં એક સૈનિક સ્કૂલ પણ બનાવવામાં આવશે. 

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળશે?
જેના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ક્યારેય ન મળેલી સીટો આ વખતે ભાજપને મળશે, કારણ કે 27 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો છે, આ વિશ્વાસ સતત વધ્યો છે. ભૂપેન્દ્ર પટેલે પણ મુખ્યમંત્રી બન્યા પછી બોલવા કરતા કામ કરવામાં વધારે ધ્યાન આપ્યું છે. તેમણે બેટ દ્વારકામાંથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. 

ભાજપમાં ટિકિટની ફાળવણીની ચૂંટણીના પરિણામ પર અસર થશે?
આ સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, આજથી 15 દિવસ પહેલા મેં અમિતભાઈ સાથે મુલાકાત કરી હતી, એ વખતે અમિતભાઈએ મને કીધું હતું કે આ વખતે કેડરને સાચવવાની છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવા લોકોને, જમીન સાથે જોડાયેલા લોકોને, પાર્ટીમાં પણ રહેલા લોકોને અને મેરીટમાં પણ રહેલા લોકોને સાચવવાનું કામ કર્યું છે. જ્યારે એક વ્યક્તિને ટિકિટ મળી જાય એટલે સ્વાભાવિક છે કે દરેક લોકો તેને મદદ કરતા હોય છે. વિરમગામથી મને ટિકિટ મળી અમારા જૂના પૂર્વ ધારાસભ્ય બધા મને મદદ કરે છે અને ઉમેદવારી ફોર્મ ભરાવવા પર બધા સાથે આવ્યા હતા.

હાર્દિક પટેલ આગામી 5 વર્ષમાં પોતાને ક્યાં જોવે છે?
જેના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ સવાલ તમે મને પાંચ વર્ષ પહેલા કર્યો હતો. ત્યારે પણ મેં કહ્યું હતું કે હું મારું કર્મ કરીશ સમય આવશે એ મને ફળ આપશે. 

જુઓ હાર્દિક પટેલ સાથેની ખાસ વાતચીત 

  • હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?
  • હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
  • હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
  • વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
  • હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
  • GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
  • આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
  • હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
  • હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
  • આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
  • 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
  • બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.
  • આ વખતે વિરમગામથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ