બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Spanish gang-rape victim comes out in support of India said Don't talk nonsense against country

ઝારખંડ / 'ભારત વિરૂદ્ધ એવો બકવાસ ન કરો કે...', સ્પેનની ગેંગરેપ પીડિત મહિલા ઉતરી ભારતના સમર્થનમાં, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 01:33 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડમાં એક સ્પેનિશ પર્યટક પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. આ પછી સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ટિપ્પણીઓ થવા લાગી હતી એવામાં હવે પીડિતા પોતે ભારતના બચાવમાં આગળ આવી છે.

ઝારખંડના દુમકામાં ગેંગરેપનો શિકાર બનેલી સ્પેનિશ ટ્રાવેલ બ્લોગરે ભારતની ઈજ્જત બચાવવાનું કામ કર્યું છે. મહિલા સાથે ગેંગરેપ બાદ અનેક લોકો દેશ વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પીડિતાએ પોતે આગળ આવીને આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. 

ભારતને એક મહાન દેશ ગણાવતા મહિલાએ કહ્યું કે દેશ વિશે બકવાસ કરવાનું બંધ કરો કારણ કે દુનિયાના દરેક દેશમાં આવી ઘટનાઓ બને છે. મહિલાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સ્પેન હોય, બ્રાઝિલ હોય, અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ હોય, આનાથી કોઈ અછૂતું નથી. અમે ભારતમાં હતા તેથી આવું થયું કહેવાનું બંધ કરો.'

જાણીતું છે કે સોમવારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પીડિતાને મળ્યા અને તેનું નિવેદન નોંધ્યું. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સ્પેનિશ દંપતીએ આ વિશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરીન લખ્યું છે કે, 'મુદ્દો એ છે કે બળાત્કાર અથવા લૂંટ તમારી સાથે, તમારા ભાઈ સાથે, તમારી માતા સાથે, તમારી પુત્રી સાથે અથવા કોઈપણ સાથે થઈ શકે છે, વિશ્વનો કોઈ દેશ આનાથી બાકાત નથી. આવું સ્પેનમાં પણ ઘણી વખત બન્યું છે અને આ આખી દુનિયામાં બન્યું છે... સ્પેન, બ્રાઝિલ, અમેરિકા, બધા દેશોમાં આવું બન્યું છે... તો વાહિયાત વાતો ન કરો કે અમે ભારતમાં છીએ એટલે આવું બન્યું છે.' 

આ સિવાય કપલે સોશિયલ મીડિયા પર એક આરોપીની તસવીર પોસ્ટ કરી હતી અને લોકોને તેને શોધવામાં તેમની અને પોલીસને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે લખ્યું કે ભારત એક 'મહાન અને મુલાકાત લેવા યોગ્ય દેશ' છે. તેમની તમામ સહાય માટે વહીવટીતંત્રનો આભાર.

વધુ વાંચો: MPમાં લોકસભાના ઉમેદવારનું મર્ડર થતાં સનસનાટી, બદમાશોએ 3 ગોળીઓ ધરબી

જણાવી દઈએ કે 1 માર્ચ શુક્રવારના રોજ ઝારખંડના દુમકામાં ગેંગરેપનો ભોગ બનેલી સ્પેનિશ મહિલાને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. ડેપ્યુટી પોલીસ કમિશનરે બળાત્કાર પીડિતાના પતિને વળતર તરીકે રૂ. 10 લાખનો ચેક આપ્યો હતો. આ સ્પેનિશ મહિલા જે તેના પતિ સાથે બાઇક પ્રવાસ પર હતી, તેના પર રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 300 કિમી દૂર કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કથિત રીતે સાત લોકો સામેલ હતા. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કપલ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ