બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / southwest monsoon progressing weather will remain pleasant for 5 days in entire north india including delhi

Weather update / યલો એલર્ટઃ આગળ વધી રહ્યું છે દક્ષિણી પશ્ચિમી મોનસૂન, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 5 દિવસ રહેશે હવામાનમાં ફેરફાર

Bhushita

Last Updated: 07:15 AM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈએમડીએ કહ્યું પશ્ચિમી રાજસ્થાનના અનેક ભાગ અને હરિયાણા, ચંડીગઢ, દિલ્હીના કેટલાક સ્થાન તથા પૂર્વી રાજસ્થાન, પંજાબ, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક ભાગમાં વરસાદ આવશે.

  • હવામાન વિભાગની આગાહી
  • દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 5 દિવસ રહેશે હવામાનમાં ફેરફાર 
  • આગળ વધી રહ્યું છે દક્ષિણી પશ્ચિમી મોનસૂન

 
ભારતના હવામાન વિભાગે શનિવારે કહ્યું કે આવનારા 5 દિવસોમાં લૂની આશંકા રાખવામાં આવી રહી નથી, આઈએમડીનું કહેવું છે કે શનિવારે અધિકતમ તાપમાનની સાથે પશ્ચિમી રાજસ્થાનના ગંગાનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન એજન્સીએ એક બુલેટિનમાં કહ્યું છે કે આવનારા 5 દિવસ સુદી દેશના કોઈ પણ વિસ્તારમાં લૂ જેવી સ્થિતિ જોવા મળશે નહીં. તેમાં કહેવાયું છે કે પશ્ચિમી રાજસ્થાનના અનેક ભાગમાં અને હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીના કેટલાક સ્થાનો તથા પૂર્વી રાજસ્થાન, પંજાબ, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધારે નોંધાયું છે. 

દેશના આ ભાગોમાં પહોંચી ચૂક્યું છે મોનસૂન
દેશના અનેક ભાગમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણી પશ્ચિમી મોનસૂન ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીના અન્ય ભાગ તરફ આગળ વધી રહ્યું છે. આ ઓરિસ્સાના કેટલાક ભાગ અને સાથે પશ્ચિમ બંગાળના અનેક ભાગમાં તથા ઝારખંડ અને બિહારના કેટલાક ભાગમાં પહોંચી ચૂક્યું છે.

 


ઉત્તર ભારતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઈસ્ટર્ન યૂપીને માટે ઓરેન્જ જ્યારે દિલ્હી એનસીઆરના માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ભાગમાં 14-15 તારીખે વરસાદનું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. 

બિહારમાં 3 દિવસ વરસાદનું એલર્ટ
બિહારમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 3 દિવસ માટે એટલે કે 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અહીં મોનસૂનની એન્ટ્રી પહેલાં જ બિહારના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સોમવાર સુધીના 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 

 

મુંબઈમાં વરસાદનો કહેર રહેશે યથાવત
હવામાન વિભાગે શનિવારે મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી હતી. ગોવા સહિચ અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન પણ જાહેર કરાયું હતું. આ સાથે એમ પણ કહેવાયું છે કે આવનારા 48 કલાક સુધી અહીં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ કારણે અહીં 2 દિવસનું રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ