બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / South Africa all out for 176 runs due to bowlers of Indian team

IND vs SA 2nd Test / IND vs SA: બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રીકા પર કહેર બનીને ત્રાટક્યો બુમરાહ, ટીમ ઇન્ડિયાને આપ્યો 79 રનનો ટાર્ગેટ

Kishor

Last Updated: 04:08 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SA vs IND Highlights:ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બોલરોના તરખાટને લઈને દક્ષિણ આફ્રિકા 176 રનમાં ઓલઆઉટ થયુ છે.

  • ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહની કિલર બોલિંગ 
  • દક્ષિણ આફ્રિકા 176 રનમાં ઓલઆઉટ 
  • ટીમ ઇન્ડિયાને 79 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમે કેપટાઉનના ન્યૂલલૈન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં કમાલની બોલિંગ કરી હતી અને સાઉથ આફ્રીકાને બીજા દાવમાં 176માં જ સમેટી લીધી હતી. રોહિતની સેનાને મેચ જીતવા માટે અને સિરિઝ ડ્રો કરવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકા જ્યારે રમવા માટે ઉતર્યું છે તો તે પહેલા જ દાવના આધાર પર ભારતથી 36 રન પાછળ હતું અને પહેલા દિવસે પડેલી 23 વિકેટને જોતા તો એવુ જ લાગી રહ્યું હતું કે તેને ટુંક સમયમાં જ કારમી હાર મળશે. બાદમાં જસપ્રીત બુમરાહે શરૂતામાં 4 વિકેટ લઈને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. જેને લઈને દક્ષિણ આફ્રિકાની ટીમની બેટિંગ પડી ભાંગી હતી. બાદમાં આખી ટીમ બીજા દાવમાં તો 176 રન જ બનાવી શકી હતી. એઈડન માર્કરામ 106 રનની ઈનિંગ રમી અને દક્ષિણ આફ્રિકાની લાજ રાખી હતી.

જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં આપ્યો જોરદાર ઝટકો 
આ પહેલા બીજી ટેસ્ટના પહેલા દિવસે દક્ષિણ આફ્રિકા અને ભારતની ઇનિંગ્સ સમેટાઈ હતી. આ સિવાય આફ્રિકાએ પણ બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવી હતી. સાઉથ આફ્રિકા જ્યારે મેદાને ઉતાર્યું ત્યારે પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે બેડિંગહામને ઇનિંગ્સના 18માં બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. તે માત્ર 11 રન કરીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ રિકવર થાય તે પહેલા જ બુમરાહે વિરેનને બાઉન્સરથી ચોંકાવી દીધો હતો.  જ્યારે મોહમ્મદ સિરાજે ખુબ જ આસાનીથી કેચ મિડ ઓન લીધો હતો. પણ બોલ વધારે ઉંચો હતો અને વિરેન તેને પકડવા માંગતો હતો પણ તે બોલ ચૂકી ગય હતો. તે  માત્રને માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો.. જે બાદ બુમરાહે માર્કો જાનસેન (11) અને કેશવ મહારાજ (3) રને આઉટ કરીને ઉપરા ઉપરી 5 વિકેટ ઝડપી હતી. 

માર્કરમે દેખાડ્યું તેનું પરાક્રમ
આ દરમિયાન એડન માર્કરામે  પોતાનું પરાક્રમ દેખાડ્યું અને સદી ફટકારી હતી..  એડને 103 બોલમાં 106 રન ફટકાર્યા હતા.. જેમાં 17 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.. સિરાજે માર્કરામને રોહિક શર્માના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો.. જે બાદ ભારતની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.. 

તમને જણાવી દયે કે પહેલા જ દિવસે સાઉથ આફ્રિકા પહેલા જ દિવસે 55 રન કરીને સમેટાઈ ગઈ હતી.. મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને માત્ર 15 રનમાં 6 વિકેટ ઝડપી હતી.. જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમારે 2-2 વિકેટ લીધી હતી.. જે બાદ ભારતે પહેલા દાવમાં 153 રન કર્યા હતા..  મોહમ્મદ સિરાજ રન આઉટ થયો હતો... જ્યારે કાગિસો રબાડા, લુંગી એનગિડી અને બર્જરને 3-3 વિકેટ ઝડપી હતી...

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ