બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sounds your ear Rather than ignoring the symptoms, make it a habit

હેલ્થ ટિપ્સ / કાનમાં તમરા બોલે તેઓ આવે છે અવાજ? લક્ષણોને ન કરતાં નજરઅંદાજ, આટલી આદત પાડો

Ajit Jadeja

Last Updated: 06:13 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોપરીની ગાંઠને કારણે આવી સમસ્યા થઇ શકે છે. ડોક્ટરી ભાષામાં તેને ધ્વનિક  ન્યુરોમાં સૌમ્ય ટ્યુમર કહેવાય છે.

આમ તો કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નિકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ બરાવું, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી સમસ્યાઓ ઘણાં લોકોને થતી હોય છે. જેથી કાનની તકલીફોમાં ક્યારેય બેદરકારી કરવી નહીં અને સમય રહેતા યોગ્ય ઉપચાર અથવા કાનની સારવાર કરાવવી જરૂરી છે.  આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પણ તમે ઘરેલૂ ઉપાયોથી પણ આ સમસ્યાને ઠીક કરી શકો છો. ચાલો જાણી લો બહેરાશને દૂર કરવા માટે અસરકારક ઘરેલૂ ઉપાય.

કાનમાં સીટી વાગવી

આપણે ઘણીવાર આપણી આસપાસની દુનિયાથી એટલા ખોવાઈ જઈએ છીએ બેધ્યાન થઈ જઈએ છીએ કે આપણે આપણી અંદર વધતી ખલેલ તરફ ધ્યાન પણ આપતા નથી. ચારેબાજુ ઘોઘાટ હોય છે તેમ છતાં આપણે તેને નજર અંદાજ કરીએ છીએ. પરંતુ આ ખલેલ આપણા સામાન્ય જીવનમાં ખલેલ પહોચાડે છે. તેનાથી ભવિષ્યમાં મોટું નુકશાન થઇ શકે છે. કાનમાં આવતો અવાજ અને કાનમાં સીટી વાગવી આ કાનની એક સમસ્યા છે. આપણે શરૂઆતમાં તેની અવગણના કરીએ છીએ પરંતુ ધીમે ધીમે આ એક વિકટ સમસ્યા બનવા લાગે છે. તેને કેટલાક ગંભીર રોગોનું પણ સંકેત માનવામાં આવે છે. એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો કાનમાં સતત સીટીનો અવાજ આવવા લાગે તો તે એક રોગ છે અને તેને નજરઅંદાજ ન કરવો જોઇએ. આની સમયસર સારવાર કરાવવી જોઇએ. જો સારવાર ન કરાવીએ તો પીડિત વ્યક્તિ ડિપ્રેશનની સ્થિતિમાં પહોંચી શકે છે.

કાનમાં લાંબો સમય ઇયરફોનથી સમસ્યા

આજકાલ મોબાઈલ કે અન્ય ઓડિયો ડિવાઈસમાંથી કોઈ વાત સાંભળવા માટે ઈયરફોન જેવા ઉપકરણોને કાનમાં લાંબો સમય રાખવાને ટિનીટસ જેવી સમસ્યાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. દારૂ કે ધૂમ્રપાન વગેરેનું સેવન પણ તેનું જોખમ વધારી શકે છે. આ સિવાય સ્થૂળતા, હૃદય સંબંધિત સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેશર, આર્થરાઈટિસ, માથામાં ઈજા, શરદી અને ફ્લૂની દવાઓ વધુ માત્રામાં લેવાથી કાનમાં સીટી વગાડવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આવી પરિસ્થિતિઓમાં સાવચેત રહેવાની જરૂર છે.

શરૂઆતના લક્ષણો

કાનમાં આવા અવાજની સમસ્યાને ટિનિટસની સમસ્યા કહેવામાં આવે છે. ખોપરીની ગાંઠને કારણે આવી સમસ્યા થઇ શકે છે. ડોક્ટરી ભાષામાં તેને ધ્વનિક  ન્યુરોમાં સૌમ્ય ટ્યુમર કહેવાય છે. જે કાનને મગજ સાથે જોડતી ચેતાઓમાં વિકસે છે. જ્યારે લોહી વહી રહ્યુ હોય છે ત્યારે કાનમાં સીટી વાગવાનો અવાજ સંભળાવવા લાગે છે. જેને કારણે દર્દીએ ઘણી વખત સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે સાંભળવાની ક્ષમતા પણ ઘટી જાય છે. જેના કારણે માથામાં ભારેપણું અનુભવાય છે. ટિનીટસના પ્રારંભિક લક્ષણો આવા જોવા મળે છે. અભ્યાસો અનુસાર હાઇપોથાઇરોડિઝમથી પીડિત લગભગ પચાસ ટકા લોકો ટિનીટસનો શિકાર બને છે. આ દર્દની અવગણના કે બેદરકારીને કારણે તેની સારવાર ન કરવામાં આવે તો પીડિત વ્યક્તિની સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે અથવા બહેરો પણ થઇ શકે છે.

આ પણ વાંચોઃ ઘરની દિવાર અને જમીન પર લાગ્યો છે હોળીનો કલર? તો આ ઘરેલુ નુસખાથી કરો ચકાચક

વજન વધારો પણ અસર કરે છે

આપણને અસર થાય છે તો તેનો સામનો કરવા શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારે તમારા વજનને લઈને સાવધાન રહેવાની જરૂર છે. વધારે વજન સાંભળવાની ક્ષમતાને અસર કરી શકે છે. તંદુરસ્ત હૃદય, પરિભ્રમણ અને શરીરની અન્ય પ્રણાલીઓના નિયમન માટે સંતુલિત વજન હોવું મહત્વપૂર્ણ છે. જો કે મ્યુઝિક સાંભળવું કે હાઈ વોલ્યુમમાં ટીવી જોવું સારું માનવામાં આવતું નથી પરંતુ તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેની અસરનો ભોગ બનવાને બદલે ટિનીટસથી બચવાની જરૂર છે, જેના માટે કોઈ પણ સંગીત કે રેડિયો પ્રોગ્રામને ઈયરફોનમાં ઓછી તીવ્રતામાં સાંભળવો જોઈએ. જેના કારણે આડઅસર થવાની શક્યતા ઓછી રહે છે. જો અમુક સંજોગોમાં મોટા અવાજની આસપાસ હોવું જરૂરી બની જાય, તો કાનની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ