બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sonu made a rangoli of Sud face

વીટીવી એક્સક્લુઝિવ / Video: અદ્ભુત કામ કરનારા સોનુ સુદને પ્રજાસત્તાક દિને કેવી રીતે યાદ કર્યો?

Dinesh

Last Updated: 06:47 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનુ સુદના ચહેરાની રંગોળી બનાવી, સાત ટન રંગથી કોલ્હાપુરમાં બનાવવામાં આવેલી સોનુ સુદની રંગોળી 87,000 સ્કૅવર ફૂટમાં પથરાયેલી છે

  • સોનુ સુદના ચહેરાની રંગોળી બનાવી
  • આ રંગોળી 87,000 સ્કૅવર ફૂટમાં પથરાયેલી છે 
  • આ રંગોળીમાં કુલ સાત ટન રંગની જરૂર પડી


કોવિડને હવે લોકો ભૂલવા માંડ્યા છે પણ એ પીરિયડમાં એક્ટર સોનુ સૂદે કરેલી મદદ આજે પણ લોકો ભૂલી શક્યા નથી અને એટલે જ તેના ફેન્સ હવે તેના ભક્ત બની ગયા છે. આવાં જ મહારાષ્ટ્રમાં રહેતાં અને સોનુના ડાઇ-હાર્ડ ફેન બની ગયેલા વિપુલ મિરાજકર નામના આર્ટિસ્ટે પોતાની સાથે સાત રંગોળી-કલાકારોને લઈને કોલ્હાપુરમાં સોનુ સુદના ચહેરા સાથેની 87,000 સ્કૅવર ફૂટમાં પથરાયેલી રંગોળી બનાવી, જે બનાવવામાં કુલ સાત ટન રંગની જરૂર પડી. 

સોનુ સુદને પ્રજાસત્તાક દિને કેવી રીતે યાદ કર્યો?
26મી જાન્યુઆરીના સેલિબ્રેશન માટે બનાવવામાં આવેલી આ રંગોળીની તૈયારી ઓલરેડી સાત દિવસ પહેલાં શરૂ થઈ ગઈ હતી. વિપુલ મિરાજકરને મુંબઈથી કોલ્હાપુર પહોંચાડવા માટે સોનુએ હેલ્પ કરી હતી અને એના આખા ફૅમિલીને લોકડાઉનમાં એક પણ જાતની અગવડતા ન પડે એનું ધ્યાન સુદ્ધાં રાખ્યું હતું. વિપુલ કહે છે, ‘સોનુસરના રૂપમાં અમે ભગવાન જોયા હતાં, જે મારા ફૅમિલીમાં કોઈને ક્યારેય નહીં ભૂલાઈ.’

સોનુએ શું કહ્યું 
તિરંગામાંથી બહાર ઊભરી આવતાં સોનુના ચહેરાની નીચે વિપુલે લખ્યું છેઃ ધી રીઅલ હીરો સોનુ સૂદ. પોતાની આ રંગોળીનો વીડિયો સોનુ જોઈને ગદગદ થઈ ગયો હતો. સોનુએ કહ્યું હતું, ‘હું શું કહું, મારી પાસે શબ્દો નથી. બસ, ભગવાન સૌને ખુશી આપે અને સુખી કરે એ જ હું કહીશ.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ