બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / sonbhadra switzerland of india is only district of india which touch 4 states

જાણવા જેવું / ભારતનો એકમાત્ર એવો જિલ્લો જે એકસાથે ચાર રાજ્યોની સરહદોને સ્પર્શે છે, એકસમયે નેહરુજીએ કહ્યું દેશનું સ્વિત્ઝર્લેન્ડ

Arohi

Last Updated: 10:56 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonbhadra Switzerland Of India: UPનો બીજો સૌથી મોટો જિલ્લો ફેમસ સોનભદ્ર પોતાના ખનિજ અને ક્ષાર માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં વહેતી નદીઓની સાથે સાથે વિંધ્ય અને કેમૂરના પહાડો આ જિલ્લાને ખાસ બનાવે છે.

  • UPનો બીજો સૌથી મોટો જિલ્લો છે સોનભદ્ર 
  • એકસાથે સ્પર્શે છે ચાર રાજ્યોની સરહદો 
  • નેહરુજીએ કહ્યું હતું દેશનું સ્વિત્ઝર્લેન્ડ

આમ તો ભારતના દરેક રાજ્યમાં ઘણા જિલ્લાઓ છે પરંતુ વાત ભૌગોલિક દ્રષ્ટિએ ખાસિયતની આવે તો ઉત્તર પ્રદેશના એક ખાસ જિલ્લાનો ઉલ્લેખ જરૂર આવે છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ યુપીના ખાસ જિલ્લા સોનભદ્રની. 

સોનભદ્ર એરિયાના મામલામાં ઉત્તર પ્રદેશનો બીજો સૌથી મોટો જિલ્લો છે પરંતુ સામાન્ય જ્ઞાનના સવાલોમાં તેનો ઉલ્લેખ જરૂર થાય છે. હકીકતે સોનભદ્ર ભારતનો અનોખો એવો જિલ્લો છે જેને એક સાથે ચાર રાજ્યોની બોર્ડર સ્પર્શે છે. પોતાની આ ખાસિયતના કારણે કોમ્પિટીટીવ પરીક્ષાઓમાં સોનભદ્રને લઈને ઘણા સવાલ આવે છે.

ચાર રાજ્યોની બોર્ડરને સ્પર્શે છે સોનભદ્ર 
સોનભદ્ર આમ તો યુપીમાં આવે છે પરંતુ તેની બોર્ડર મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢને પણ સ્પર્શે છે. સોનભદ્ર ખનનના મામલામાં પણ ખૂબ પ્રખ્યાત છે કારણ કે અહીં કેમૂરની પહાડોમાં ખનિજનું ખોદકામ કરવામાં આવે છે અને ભારે પ્રમાણમાં ખનિજ મળી આવે છે. સોનભદ્ર વિસ્તારમાં બોક્સાઈટ, ચૂના પથ્થર, કોલસો અને સોનાનું પણ ખૂબ જ માઈનિંગ કરવામાં આવે છે. 

1989 પહેલા સોનભદ્ર મિર્ઝાપુર જિલ્લામાં જ હતું. પરંતુ 1998માં તેને અલગ કરીને સોનભદ્ર નામ આપવામાં આવ્યું. સોનભદ્રનું નામ તેના કિનારે વહેતી નદી પરથી પડ્યું છે. આ જિલ્લાના કિનારે સોનાની નદી વહે છે અને તેના જ નામ પર આ જિલ્લાને સોનભદ્ર કહેવામાં આવે છે. ફક્ત સોનાની નદી જ નહીં પરંતુ આ જિલ્લામાં કનહર અને પાંગનની સાથે સાથે રિહંદ નદી પણ વહે છે. 

પંડિત નેહરૂએ નામ આપ્યું હતું સ્વિત્ઝર્લેન્ડ ઓફ ઈન્ડિયા 
કહેવાય છે કે સોનભદ્ર વિંધ્ય અને કેમૂરના પહાડોની વચ્ચે વસેલું છે અને આજ કારણ છે કે તેની સુંદરતા ખૂબ જ અનોખી છે. જ્યારે પંડિત નહેરૂ અહીં આવ્યા હતા તો તે જિલ્લાની સુંદરતા જોઈ તેને સ્વિત્ઝર્લેન્ડ ઓફ ઈન્ડિયાનું નામ આપવામાં આવ્યું હતું.

સોનભદ્ર કુદરતી સૌંદર્ય અને નદીઓના કારણે ખૂબ જ સુંદર દેખાય છે. અહીં એટલા બધા પાવર પોઈન્ટ છે કે તેને પાવર કેપિટલ પણ કહેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ