બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Someone played a 'game' with the BJP leader, the body got itchy

મધ્યપ્રદેશ / VIDEO: ભાજપ નેતા સાથે કોઈએ કરી 'રમત', શરીરમાં ઉપડી ખંજવાળ, બધા સામે કપડાં ઉતારી ન્હાવું પડ્યું

Priyakant

Last Updated: 01:20 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ વ્યક્તિએ ભાજપ નેતા ઉપર ખંજવાળવાળો પાવડર લગાવી દેતા તેઓ સતત ખંજવાળતાં રહ્યા હતા. જોકે ખંજવાળ એટલી બધી વધી ગઈ કે, તેમને ત્યાં બેસીને જ નહાવું પડ્યું

  • મધ્યપ્રદેશમાં ભાજપની વિકાસ યાત્રાનો વિડીયો વાયરલ 
  • તોફાની તત્વોએ ભાજપ નેતા પર ખંજવાળવાળો પાવડર લગાવ્યો 
  • ખંજવાળ એટલી બધી વધી ગઈ કે નેતાએ ત્યાં બેસીને જ નહાવું પડ્યું  

વર્ષ 2023માં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મધ્યપ્રદેશમાં ભાજપની વિકાસ યાત્રા શરૂ થઈ છે. જોકે ભાજપના ધારાસભ્યો અશોકનગર જિલ્લામાં વિકાસ યાત્રામાં ગયા હતા પણ ત્યાં એક નેતાને અચાનક ખંજવાળ શરૂ થઈ હતી. વાત જાણે એમ છે કે, કોઈ વ્યક્તિએ ભાજપ નેતા ઉપર ખંજવાળવાળો પાવડર લગાવી દેતા તેઓ સતત ખંજવાળતાં રહ્યા હતા. જોકે ખંજવાળ એટલી બધી વધી ગઈ કે, તેમને ત્યાં બેસીને જ નહાવું પડ્યું અને પછી ખંજવાળ દૂર થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણ સરકારે ભાજપના નેતાઓને વિકાસ યાત્રા કાઢવા માટે કહ્યું છે. જે અંતર્ગત ભાજપના સાંસદો અને ધારાસભ્યો સહિત અન્ય મોટા નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં લોકોને મળી રહ્યા છે. યાત્રાનો હેતુ સરકારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જવાનો છે. જેથી લોકોને ખબર પડે કે, સરકાર તેમના માટે શું કરી રહી છે. પરંતુ રાજ્યના અશોકનગર જિલ્લામાં વિકાસ યાત્રાના બદલે ભાજપના એક ધારાસભ્યને ખંજવાળનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ધારાસભ્ય તેમની સિદ્ધિઓની યાદી આપવા માટે બહાર ગયા ત્યારે કોઈએ તેમના પર ખંજવાળવાળો પાવડર નાંખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

શું છે ઘટના ? 
આ સમગ્ર ઘટના અશોકનગર જિલ્લાના મુંગાવલી વિધાનસભા વિસ્તારની છે. બ્રિજેન્દ્ર સિંહ યાદવ અહીંથી ભાજપના ધારાસભ્ય છે. રાજ્ય સરકારમાં પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ મંત્રી પણ છે. 7 ફેબ્રુઆરી મંગળવારની રાત્રે તેઓ આ વિસ્તારના દેવર્ચી ગામમાં વિકાસ યાત્રા કાઢી રહ્યા હતા. મંત્રી જનસંપર્ક કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમના પર ખંજવાળવાળો પાવડર લગાવી દીધો હતો. જે બાદ ધારાસભ્ય બ્રિજેન્દ્ર યાદવને એટલી બધી ખંજવાળ આવી કે તેમણે શર્ટ ઉતારીને ત્યાં જ સ્નાન કરવું પડ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તોફાની તત્વો કોણ હતા ? 
અશોકનગર જિલ્લાના મુંગાવલી વિધાનસભા વિસ્તારમાં બનેલી ઘટનામાં હજી સુધી સરકારના મંત્રી ઉપર આ ખંજવાળવાળો પાવડર નાંખ્યો તે કોઈને ખબર નથી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંત્રીનું સ્વાગત કરતી વખતે કોઈ તોફાની તત્વોએ ફૂલોની સાથે ખંજવાળવાળો પાવડર લગાવ્યો હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ