બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Solar eclipse will affect the ruling party Ambalal Patels prediction

આગાહી / સૂર્યગ્રહણ સત્તાપક્ષ પર કરશે અસર, મોટા રાજકીય નેતાઓ વાણીવિલાસ પણ કરશે: અંબાલાલ પટેલની આગાહી

Kishor

Last Updated: 05:12 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશમાં સૂર્યગ્રહણ લાગ્યું છે ત્યારે સૂર્યગ્રહણની રાજકીય અસરો અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે.

  • આજે દેશમાં સૂર્યગ્રહણ
  • સૂર્યગ્રહણ દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
  • સૂર્યગ્રહણ અંગે અંબાલાલ પટેલે શું કહ્યું ?

વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે કે 25 ઓક્ટોબર 2022ના રોજ લાગી રહ્યું છે. ભારતમાં પણ આ સૂર્યગ્રહણને જોઈ શકાશે. જ્યોતિષમાં ગ્રહણને અશુભ ઘટનાઓમાં ગણવામાં આવે છે. આ કારણે ગ્રહણ દરમિયાન શુભ કાર્ય અને પૂજા વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે, જેના કારણે સૂર્યની શુભતામાં ઘટાડો થઈ જાય છે. ભારતમાં  બપોરે 2:29 વાગ્યે શરૂ થયેલ આ સૂર્યગ્રહણ લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. આ વખતે સૂર્યાસ્ત પછી પણ ગ્રહણ હશે ત્યારબાદ આ ગ્રહણ સાંજે 6.32 કલાકે સમાપ્ત થશે.

આ પ્રદેશમાં જોવા મળશે ગ્રહણ
સૂર્યગ્રહણ ગુજરાત, મુંબઈ, દિલ્લી, રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ, લેહ, લદ્દાખ, જમ્મૂ, શ્રીનગર, ઉત્તરાખંડ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં જોવા મળશે. જ્યારે આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડમાં સૂર્યગ્રહણ જોવા મળશે નહીં.

રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપ કરશે :  અંબાલાલ પટેલ
સૂર્યગ્રહણ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ખંડગ્રાસ સૂર્યગ્રહણની રાજનીતિ અને સરહદો પર આ ગ્રહણની અસર થશે. સૂર્યગ્રહણની પશ્ચિમી સરહદો,સિંધુ નદીના તટવર્તીય વિસ્તારો અને બલુચિસ્તાન તેમેજ અફઘાનિસ્તાનમાં તેની અસરો જોવા મળશે. વધુમાં તેમણે આગાહી કરતાં જણાવ્યું કે સૂર્યગ્રહણના કારણે રાજકીય અસરો થશે જેમાં રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપ કરશે વધુમાં સૂર્યગ્રહણની સત્તાપક્ષ પર પણ અસર કરશે, મોટા રાજકીય નેતાઓ વાણીવિલાસ કરે તેવું પણ અંબાલાલ પટેલે ઉમેર્યું છે. તુલા રાશીમા સ્વાતિ નક્ષત્રમાં   ગ્રહણ થશે. જો કે સુર્યગ્રહણની ખેતી પર હાલ કોઈ અસર પડશે નહિ તેમ પણ  અંબાલાલ પટેલે જણાવ્યું છે.


દેશના મુખ્ય શહેરોમાં સૂર્યગ્રહણનો સમય શું?
 

શહેર            ક્યારે શરૂ થશે?        ક્યારે પૂર્ણ થશે?

  • અમદાવાદ            4.38                 6.06
  • ગાંધીનગર            4.37                  6.05
  • ઉદયપુર               4.35                  6.00
  • જયપુર                 4.31                  5.49
  • ઈન્દોર                 4.42                  5.53
  • બેંગાલુરૂ              5.12                  5.55
  • ચેન્નાઈ                  5.14                 5.44
  • કોલકાતા              4.52                  5.03
  • મુંબઈ                  4.49                  6.09
  • દિલ્લી                  4.29                  5.42 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ