બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / snoring problem symptom of heart and serious disease

હેલ્થ ટિપ્સ / ભૂલથી પણ નસકોરાને નજરઅંદાજ ન કરતા, નહીં તો વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ!, જાણો કારણ

Bijal Vyas

Last Updated: 05:32 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો રોજ નસકોરા બોલે છે તેમને ઘણી બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. જેના કારણે હૃદયને અસર થઈ શકે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી પણ બની શકાય છે.

  • નસકોરા પણ ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ અને સંકેત હોઈ શકે છે
  • નસકોરાં લેવાના કારણે સ્ટ્રોકનું જોખમ 46% વધી જાય છે
  • નસકોરાં ડાયાબિટીસનું કારણ બની શકે છે

Snoring Problme : નસકોરા બોલવા એકદમ સામાન્ય બાબત છે. આ સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. જો કે, આનો અર્થ એ નથી કે તમે નસકોરાને હળવાશથી લેવાનું શરૂ કરો. કારણ કે નસકોરા પણ ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ અને સંકેત હોઈ શકે છે. જો કે, દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક નસકોરા બોલે છે, પરંતુ જો તે રોજિંદી આદત બની જાય તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આજુબાજુ સૂતા લોકો માટે પણ તે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવો જાણીએ નસકોરાથી થતા રોગો અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે...

નસકોરાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?

  • લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો 
  • વજન ઘટાડો.
  • સુતા પહેલા દારુ ના પીવુ
  • તકીયો કે ઓશિકુ રાખીને જ સુઓ
  • નસકોરાને રોકવા માટે સર્જરી પણ મદદગાર બની શકે છે

રાત્રે સૂતી વખતે આવે છે નસકોરા, શરીરનો છે ખતરનાક સંકેત, આ ગંભીર બીમારીઓના  બની શકો શિકાર | Snoring comes while sleeping at night, it is a dangerous  sign of the body, it

 
નસકોરાના કારણે થઇ શકે છે 5 ગંભીર બીમારીઓ 
1. સ્ટ્રોક 

એક રિસર્ચ મુજબ, નસકોરાં લેવાના કારણે સ્ટ્રોકનું જોખમ 46% વધી જાય છે. તે ધમનીને નુકસાન પહોંચડવાનો સંકેત પણ હોઈ શકે છે. એટલા માટે ડૉક્ટરની સલાહ સમયસર લેવી જોઈએ.
 
2. હાર્ટ ડિસીઝ
હેલ્થ એક્સપર્ટના મતે, સ્લીપ એપનિયાના કારણે નસકોરા હોઇ શકે છે. વધુ નસકોરા બોલનારા વ્યક્તિમાં હાર્ટ એટેક અને હાર્ટ ડિસીઝનું જોખમ વધારે હોય છે.

3.બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા 
નસકોરાને કારણે બાથરૂમ જવા માટે રાત્રે બે કે તેથી વધુ વખત જાગવુ પડે છે. આને નોક્ટુરિયા કહે છે. સંશોધન મુજબ, જો 55 વર્ષથી વધુ ઉંમરના પુરૂષો વારંવાર પેશાબ કરવા માટે જાગે છે, તો તે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા અને ઓબ્સટ્રિક્વ સ્લીપ એપનિયાને કારણે હોઈ શકે છે.

પાર્ટનરના નસકોરાંથી પરેશાન છો? તો કરો આ ઘરેલૂ ઉપાય/ How do you stop snoring  and know about home remedies

4.હાઇ બ્લડ પ્રેશર 
એક રિપોર્ટ મુજબ, જે લોકો વધુ પડતા નસકોરા લેતા હોય છે જ્યારે તેમને શ્વાસ સંબંધિત ઘણી સમસ્યાઓ થઇ શકે છે. તેમને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધારે છે. તેથી જ જો નસકોરાની સમસ્યા હોય તો તરત જ સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે.

5. ડાયાબિટીસ 
એક અભ્યાસમાં જણાવાયું છે કે, જે લોકોને દરરોજ વધારે નસકોરા બોલે છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ 50 ટકા વધારે હોય છે. સ્લીપ એપનિયા ટાઇપ 2 ડાયાબિટીસ સાથે સંકળાયેલ છે. નસકોરાં ડાયાબિટીસનું કારણ બની શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ