બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / snajay leela bhansali web series heeramandi history

મનોરંજન / શું છે પાકિસ્તાનની હીરામંડીનો ઈતિહાસ? જેના પર ફિલ્મ લાવી રહ્યા છે ભણસાલી: ફર્સ્ટ લુક જોઈ આંખો થઈ જશે પહોળી

Arohi

Last Updated: 02:26 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heeramandi History: સંજય લીલા ભંસાલી પોતાના અપકમિંગ પ્રોજેક્ટ 'હીરામંડી'ના કારણે ખૂબ જ ચર્ચામાં છે. 'હીરામંડી'ની વધુ એક ઝલક ફિલ્મમેકરે થોડા દિવસ પહેલા જ રજૂ કરી હતી.

  • શું છે પાકિસ્તાનની હીરામંડીનો ઈતિહાસ? 
  • તેના પર સંજય લીલા ભંસાલી બનાવી રહ્યા છે ફિલ્મ 
  • ફર્સ્ટ લુક જોઈ આંખો થઈ જશે પહોળી

ફિલ્મ મેકર સંજય લીલા ભંસાલી પોતાના અપકમિંગ પ્રોજેક્ટ 'હીરામંડી'ના કારણે ખૂબ જ ચર્ચામાં છે. ઐતિહાસિક અને અનોખી સ્ટોરીના કારણે ફેમસ સંજય લીલા ભંસાલીની 'હીરામંડી'ની થોડા દિવસોથી ખૂબ જ ચર્ચા થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

'હીરામંડી' ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. પાકિસ્તાનની 'હીરામંડી'ના ઈતિહાસ વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે અને તેની જ સ્ટોરી ભંસાલી પોતાની વેબસીરીઝમાં લઈને આવી રહ્યા છે. 

શું છે 'હીરામંડી'નો ઈતિહાસ?
પાકિસ્તાનના લાહોરમાં એક રેડલાઈટ એરિયા છે. જેને 'હીરામંડી'ના નામથી ઓળખવામાં આવે છે. આટલું જ નહીં આ એરિયાને શાહી મોહલ્લા પણ કહેવામાં આવે છે. મળેલી જાણકારી અનુસાર સિખ મહારાજ રણજીત સિંહે પોતાના મંત્રી હીરા સિંહ ડોગરાના નામ પર 'હીરામંડી'નું નામ રાખ્યું હતું. મંત્રી હીરા સિંહે અહીં અનાજ મંડીની શરૂઆત કરી હતી. સંજય લીલા ભંસાલી પહેલા કરણ જોહર પણ પોતાની ફિલ્મ કલંકમાં તેનો ઉલ્લેખ કરી ચુક્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

'હીરામંડી'ની વૈશ્યા દુનિયાભરમાં ફેમસ હોતી હતી. જોકે ભાગલા પહેલા અહીંના પ્રેમ, ફ્રોડ અને રાજનીતિના કિસ્સા આજે પણ ફેમસ છે. 'હીરામંડી'માં એકથી એક સુંદર મહિલાઓ રહેતી હતી. અહીં અફઘાનિસ્તાનથી લઈને ઉઝ્બેકિસ્તાન સુધીની મહિલાઓ આવીને રહેતી હતી. જોકે તે સમય એવો હતો જ્યારે વૈશ્યા શબ્દને ગંદો ન હતો માનવામાં આવતો અને તેમને ખરાબ નજરે પણ ન હતા જોવામાં આવતા. 

વધુ વાંચો: બોલિવુડમાંથી ફરી સામે આવ્યા ખરાબ સમાચાર, સર્વાઇકલ કેન્સરને કારણે જાણીતી અભિનેત્રીનું મોત

મુગલકાળમાં 'હીરામંડી'માં રહેનાર મહિલાઓ નૃત્ય, કલા, સંસ્કૃતિ અને સંગીત સાથે જોડાયેલી હતી અને તે ફક્ત રાજા-મહારાજાઓ સામે જ પોતાની કલાનું પ્રદર્શન કરતી હતી. સમય પસાર થયો અને મુગલ બાદ 'હીરામંડી' પર વિદેશીઓએ રાજ કરવાનું શરૂ કરી દીધુ. વિદેશીઓના રાજમાં 'હીરામંડી'ની ચમક ફિકી પડવાની શરૂ થઈ ગઈ. આ લોકોએ 'હીરામંડી'નો મતલબ બદલી નાખ્યો અને વિદેશીઓએ ત્યાં રહેતી મહિલાઓને વૈશ્યા નામ આપ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ