બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Smell of pride: Ahmedabad's flower show gets a place in the Guinness Book of World Records, breaking China's record

ઉત્સાહ / ગર્વની સુગંધ: ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શોને મળ્યું સ્થાન, ચીનનો રેકોર્ડ ધ્વસ્ત

Vishal Khamar

Last Updated: 07:02 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. પરંતું આ વર્ષે અમદાવાદનાં ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે આ રેકોર્ડ અગાઉ ચીનનાં નામે હતો.

  • અમદાવાદમાં ફ્લાવર શોમાં અમદાવાદીઓનો ઉત્સાહ
  • ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શોને મળ્યું સ્થાન
  • કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ કરી ફ્લાવર શો ની મુલાકાત 

અમદાવાદમાં AMC  દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શો એ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.  અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનનાં નામે હતો. 

50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી
તા. 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો માં 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું હતું.  AMC  નાં ફ્લાવર શો માં 3 કરોડ 45 લાખની આવક થવા પામી હતી. ત્યારે કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફરી ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 

31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. બે વર્ષ બાદ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. 

વધુ વાંચોઃ અચાનક ગોઠવાયો પ્લાન: PM મોદી વિદેશ મહેમાનો સાથે અમદાવાદ ફ્લાવર શૉની લેશે મુલાકાત, લોકોને AMCએ કરી અપીલ

33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા
અમદાવાદ ખાતે એએમસી દ્વારા દર વર્ષે શિયાળામાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પર 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ફ્લાવર શો માં 5.45 કરોડનાં ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ